News Continuous Bureau | Mumbai
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા માં એક મિથુન ચક્રવર્તીના (Mithun Chakravarthi) હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે સોશિયલ મીડિયા (Social media) પર ખળભળાટ મચાવી દીધો હતો. જેવા ભાજપના એક નેતાએ મિથુન દાના હોસ્પિટલમાં દાખલ (Hospital admit) થયાની તસવીર શેર કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી, તેમના ચાહકોને તેમના પ્રિય અભિનેતા સાથે શું થયું તે અંગે જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. બીજેપી નેતા ડૉ અનુપમ હઝરાએ તેમના ટ્વિટર(twitter) પર મિથુન દાની તેમના હોસ્પિટલના પલંગ પર સુતેલા ની તસવીર શેર કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. આ જોયા પછી, અભિનેતાના ચાહકો બેચેન થઈ ગયા કે તેમના પ્રિય અભિનેતાને કઈ બીમારી છે, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મિથુન ચક્રવર્તી ના પુત્ર મિમોહ ચક્રવર્તીએ (Mimoh chakravarti) અભિનેતાની તબિયત સાથે જોડાયેલી માહિતી શેર કરી, ત્યારબાદ ચાહકોને રાહત થઈ. .
Get well soon Mithun Da
তোমার দ্রুত আরোগ্য কামনা করি মিঠুন দা pic.twitter.com/yM5N24mxFf— Dr. Anupam Hazra (@tweetanupam) April 30, 2022
આ પછી મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તીનું નિવેદન (statement) સામે આવ્યું, જેના પછી ચાહકોએ રાહતનો શ્વાસ લીધો. મીડિયા સાથેની વાતચીતમાં મિમોહે જણાવ્યું કે મિથુન કિડનીની પથરીથી (Kidney stone) પીડિત છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સર્જરી થઈ છે. હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમને 30 એપ્રિલે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં (discharge)આવી છે. તેઓ ઘરે આરામ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ ના ડિજિટલ રાઇટ્સ આટલા કરોડમાં વેચાયા, રકમ જાણીને ચોંકી જશો તમે
તમને જણાવી દઈએ કે પીઢ અભિનેતા ધર્મેન્દ્ર (DHarmendra) પણ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ (hospital admit)હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા (discharge) આપવામાં આવી હતી.હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રને પીઠમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તે ઘરે આરામ કરી રહ્યા છે.મિથુન ચક્રવર્તીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તે હુનરબાઝને (Hunarbaaz) જજ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય તે ધ કાશ્મીર ફાઇલ્સમાં (The Kashmir files) પણ મહત્વ ની ભૂમિકા માં જોવા મળ્યા હતા.