ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તેના ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે મૌની રોયની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે જે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે.
મૌની રોયે તેની કેટલીક નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જેમાં તે બોલ્ડ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. તેની આ તસવીરો ગોવાના વેકેશનની છે, જ્યાં તે મિત્રો સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા ગઈ હતી.
ફોટામાં, મૌની રોય નેક મોનોકની ટોપ અને થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં જોવા મળે છે. આ ડ્રેસમાં તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યા છે.
મૌની રોયે અલગ-અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કર્યા છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રોય ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેનો નેગેટિવ અવતાર જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.
બોલ્ડનેસમાં ઉર્ફી જાવેદને માત આપી રહી છે આ હસીના , તસવીરો થઈ ઇન્ટરનેટ પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ