News Continuous Bureau | Mumbai
મૌની રોય (Mouni Roy)ટીવી ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. ટીવી શો નાગિનથી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મૌનીએ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે. મૌની તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.
ક્યારેક દેશી તો ક્યારેક વેસ્ટર્ન (western outfit)આઉટફિટ્સમાં મૌની રોય પોતાનો જલવો બતાવતી રહે છે.. હાલમાં જ મૌની રોયે શેર કરેલી તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસ્વીરોમાં મૌનીએ બ્લુ મોનોકની શોર્ટ્સ (blue monokini shorts)સાથે સફેદ બ્રેલેટ પહેર્યું છે. તેણે તેના પર એક મામૂલી સફેદ શ્રગ પહેર્યો છે. સાથે તેને તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
મૌનીએ આ ડ્રેસ સાથે અલગ-અલગ પોઝ (different pose)આપ્યા છે.
મિનિમલ મેકઅપ સાથે મૌની ખૂબ જ સુંદર (beautiful)લાગી રહી છે. તેના લુકને જોઈને ફેન્સ અભિનેત્રીના દિવાના થઈ રહ્યા છે.
એક્ટ્રેસના કિલર લુક્સ (looks)પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મૌનીના આ લુક પર ઘણા યુઝર્સ ફાયર એન્ડ હાર્ટ ઇમોજીસ બનાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે કરી બોલ્ડનેસની તમામ હદ પર- આ વખતે ફૂલ કે વાયર નહીં પરંતુ પોતાના હાથથી ઢાંક્યું પોતાનું શરીર-જુઓ ફોટોગ્રાફ્સ