News Continuous Bureau | Mumbai
બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ધમકીઓ મળી (Salman Khan death threat)ત્યારથી જ મુંબઈ પોલીસ (Mumbai police)એક્શન મોડમાં છે. રવિવારે સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં અભિનેતાને ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)જેવો હાલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના બાદથી પોલીસે અભિનેતાના ઘર 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની (Galaxy apartment)સુરક્ષા વધારી દીધી છે અને હવે પોલીસે આ મામલે સલમાન ખાનનું નિવેદન (statement)પણ નોંધ્યું છે.
મુંબઈ પોલીસના(Mumbai police) જણાવ્યા અનુસાર પોલીસે આ સમગ્ર મામલે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનનું નિવેદન(Salim Khan statement) નોંધ્યું છે. આ સિવાય પોલીસે સલમાન ખાનના ભાઈ સોહેલ અને અરબાઝ ખાનનું નિવેદન પણ નોંધ્યું છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે અત્યાર સુધીમાં કુલ ચાર લોકોના નિવેદન નોંધ્યા છે.રવિવારે જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન ફરવા ગયા ત્યારે તેમને સવારે 8 વાગ્યે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્ર તે જ બેંચ પર રાખવામાં આવ્યો હતો જ્યાં તે ચાલ્યા પછી બેસે છે. આ પત્રમાં સલમાન ખાનની હાલત સિંગર સિદ્ધુ મુસેવાલા જેવી કરવાની વાત લખવામાં આવી હતી. એટલું જ નહીં, આ પત્રમાં G B L B પણ લખવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં હવે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે શું આ પત્રનું કનેક્શન ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ(lawrence Bishnoi) સાથે છે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ના ભાઈજાન ને મળ્યો મારી નાખવાની ધમકી ભર્યો પત્ર-લેટરમાં લખી હતી આ વાત-પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા સાથે છે કનેક્શન
જો કે આ બધી ઘટનાઓ વચ્ચે સલમાન ખાન પોતાનું કામ છોડવા તૈયાર નથી. એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન ખાન 'કભી ઈદ કભી દિવાળી'ની (Kabhi Eid Kabhi Diwali)ટીમ સાથે હૈદરાબાદ (Hyderabad)જવા રવાના થઈ શકે છે. અહીં સલમાન ખાન આખા 25 દિવસ સુધી શૂટિંગ કરશે. જે બાદ તે મુંબઈ (Mumbai)પરત આવશે. અહીં આવ્યા બાદ સલમાન ખાન તેની ફિલ્મ 'ટાઈગર 3'ના શેડ્યૂલ સાથે જોડાશે.