ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ડિસેમ્બર 2021
બુધવાર
આ દિવસોમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લગ્નની ધૂમ ચાલી રહી છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન બાદ હવે લોકોની નજર ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન પર છે. અંકિતા અને વિકી ગઈ કાલે લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે. તેમના લગ્ન પછી, હવે વધુ એક અભિનેત્રીના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે.
એક ન્યૂઝ પોર્ટલ ના સમાચાર મુજબ, ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. 4 ફેબ્રુઆરીએ બંનેની મહેંદી, હલ્દી અને સંગીત સેરેમની થશે અને 5 ફેબ્રુઆરીએ લગ્ન થશે. આ પછી 6 ફેબ્રુઆરીએ બંનેનું રિસેપ્શન હશે. તમને જણાવી દઈએ કે કરિશ્મા અને વરુણે 12 નવેમ્બરે પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં સગાઈ કરી હતી.આ વિશે વાત કરતા એક સૂત્રએ વેબસાઈટને જણાવ્યું કે, 'કરિશ્મા તેના લગ્ન વિશે બિલકુલ વાત નથી કરી રહી, આ વખતે તે સંપૂર્ણપણે ચૂપ છે. તે નથી ઈચ્છતી કે તમામ લોકોનું ધ્યાન તેના લગ્ન તરફ જાય. તે આ બધું ફક્ત તેના પરિવાર અને મિત્રો વચ્ચે રાખવા માંગે છે.કરિશ્મા અને વરુણ કેવી રીતે મળ્યા તે વિશે એક નજીકના વ્યક્તિએ કહ્યું, 'આ બંને લગભગ દોઢ વર્ષ પહેલાં એક કોમન ફ્રેન્ડ્સની પાર્ટીમાં મળ્યા હતા. ત્યારપછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ત્યાર બાદ ડેટિંગ કરવા લાગ્યા.
તમને જણાવી દઈએ કે વરુણ પહેલા કરિશ્મા તન્ના ઉપેન પટેલ અને પર્લ વીને ડેટ કરી ચૂકી છે. જોકે પર્લ અને કરિશ્મા હજુ પણ ઘણા સારા મિત્રો છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્ના ટીવીની જાણીતી અભિનેત્રી છે, અભિનેત્રી હવે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. અભિનેત્રી છેલ્લે Zee5 પર રિલીઝ થયેલી ફિલ્મ 'લાહોર કોન્ફિડેન્શિયલ'માં જોવા મળી હતી.