ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર
જો તમે એકતા કપૂરના શો 'નાગિન'ના મોટા ફેન છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. આ શો ટૂંક સમયમાં પડદા પર દસ્તક આપવા જઈ રહ્યો છે અને આ વખતે એક નવી અભિનેત્રી નાગિન બનીને લોકોનું મનોરંજન કરવા જઈ રહી છે. આ અભિનેત્રીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ 'બિગ બોસ' અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા રિયાલિટી શોનો ભાગ પણ રહી ચુકી છે.
એકતા કપૂરના આગામી શો ‘નાગિન 6’ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ‘નાગિન 6’ ની જાહેરાત થઈ ત્યારથી જ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આખરે કઈ સુંદરી આ વખતે નાગરાણી બનીને બધાના દિલો પર રાજ કરશે? જો તાજેતરના સૂત્રોનું માનીએ તો અભિનેત્રી મહેક ચહલ ‘નાગિન 6’ માં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. મહેક છેલ્લે રોહિત શેટ્ટીના રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 11'માં જોવા મળી હતી. એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, એકતા કપૂર ટૂંક સમયમાં મહેક ચહલના નામ પર મહોર લગાવવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા એકતા કપૂર ટીવીના વિવાદાસ્પદ શો 'બિગ બોસ 15'માં પહોંચી હતી. આ દરમિયાન એકતા કપૂરે જાહેરાત કરી હતી કે તે જાન્યુઆરી 2022માં ‘નાગિન 6’ લોન્ચ કરવા જઈ રહી છે. આ સાથે એકતાએ ઈશારામાં એમ પણ કહ્યું હતું કે શોની એક હિરોઈનનું નામ ‘એમ’ થી શરુ થાય છે, જેને સલમાન ખાન પણ સારી રીતે જાણે છે.
એકતા કપૂરની જાહેરાત બાદ લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે મહિમા મકવાણાની એન્ટ્રી 'નાગિન 6'માં થશે. કેટલાક લોકોને એવું પણ લાગ્યું કે એકતા કપૂર ફરી એકવાર મૌની રોયને નાગિન બનાવીને લોકોને સરપ્રાઈઝ કરવા જઈ રહી છે. પરંતુ હવે આ સમાચાર પરથી લાગી રહ્યું છે કે આ વખતે એકતા કપૂર અલગ જ સરપ્રાઈઝ આપવા જઈ રહી છે.