News Continuous Bureau | Mumbai
સેલેબ્સ અને ખાસ કરીને અભિનેત્રીઓ ને તેમના કપડાં, પગરખાં, બેગ પર થી લોકો તેમને જજ કરતા હોય છે, જો તેઓ કપડાં, હેરસ્ટાઇલનું પુનરાવર્તન કરે તો તરત જ તેઓ ટ્રોલ થાય છે. આ કદી માં હવે અભિનેત્રી નીના ગુપ્તા પણ સામેલ થઇ છે.બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ફિલ્મ 'બધાઈ હો' માટે અનેક એવોર્ડ મેળવનારી આ અભિનેત્રીએ હાલમાં જ ટ્રોલર્સની ક્લાસ લીધી છે.
નીના ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેને પોસ્ટ કરવું મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું.જેમ કેઅત્યારે મેં બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. મોટાભાગના લોકો આવા પોશાક પહેરે છે અને અનુમાન કરે છે કે તેઓ નકામા લોકો છે. તેમને કશું આવડતું નથી. તો હું તમને જણાવી દઉં કે. મેં સંસ્કૃતમાં એમ.ફીલ કર્યું છે. અને બીજું પણ ઘણું બધું કર્યું છે. એટલા માટે મહેરબાની કરીને કપડાં જોઈને તમે લોકોને નકામા ન સમજો. તેમને જજ ના કરો.તમને જણાવી દઈએ કે, નીના ગુપ્તાના આ વીડિયો પર લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'કોઈએ ક્યારેય આટલા પ્રેમથી ટ્રોલ્સને ઠપકો આપ્યો નથી. તમે ખૂબ જ સ્વીટ છો.’ એક વ્યક્તિએ લખ્યું- તમે દરેક ડ્રેસમાં સારા લાગો છો મેડમ.આ ઉપરાંત અભિનેત્રી ને ઇન્ડસ્ટ્રી ના લોકો જેવાકે, કિઆરા અડવાણી, સુનીલ ગ્રોવર, અર્ચના પૂરન સિંહ, તાહિરા કશ્યપ સહિત અનેક લોકોએ નીના ગુપ્તાને સપોર્ટ કર્યો હતો. નીના ગુપ્તા તેના ડ્રેસને લઈને ઘણી વખત ટ્રોલ થઈ છે. તેથી આ વખતે આવી નકારાત્મક વાતો કરનારા લોકોને પાઠ ભણાવવો જરૂરી હતો.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરના સંબંધો પર પહેલીવાર માતા નીલિમા અઝીમે કર્યો ખુલાસો, કહી આ મોટી વાત
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ પીઢ અભિનેત્રીની ફિલ્મ બધાઈ હોમાં તેના અભિનય માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે પોતાની ફિલ્મ ગુડબોયને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.