ટીવી અભિનેત્રી નિયા શર્માએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, ગોલ્ડન ગર્લ બનીને ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

શનિવાર 

ટીવી અભિનેત્રી નિયા શર્મા ઍક્ટિંગ ઉપરાંત ફૅશન સેન્સને લઈને પણ ખૂબ જાણીતી છે. પોતાની અદાઓ અને સુંદરતાથી લોકોનું દિલ જીતનારી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને અવારનવાર તે તેની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે.

તાજેતરમાં નિયાએ બોલ્ડ અને ગ્લૅમરસ ફોટોશૂટ કરાવ્યું છે અને તે ફોટોશૂટની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં નિયા શર્માનો ગ્લૅમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રીએ ગોલ્ડન શિમરી બોલ્ડ ગાઉન પહેર્યું છે, જે હાઈ થાઈ સ્લિટ પેટર્નમાં છે. આ હાઈ સ્લિટ ગાઉનમાં નિયાના  ખુબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.

થાઇ-હાઇ સ્લિટ તેના દેખાવને વધુ બોલ્ડ બનાવી રહી છે. તેણે ડ્રેસ સાથે મેચિંગ ગોલ્ડન પેન્ડન્ટ પહેર્યું છે. આ સાથે હીલ્સ અને વેવી હેર લુકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે. તસવીરો શેર કરતી વખતે નિયા શર્માએ કહ્યું કે તેનું આ આઉટફિટ ખાસ તેના માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેણે ડિઝાઇનરનો પણ આભાર માન્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયાએ ટીવી પર શો ‘કાલી-અગ્નિપરીક્ષા’ દ્વારા ડેબ્યુ કર્યું હતું.પણ નિયાને ઓળખ ‘એક હજારોમાં મે મેરી બહેના હૈ’ સીરિયલ દ્વારા જ મળી. ત્યારબાદ નિયા જમાઈ રાજા, નાગિન, ઇશ્ક મેં મરજાવા જેવા સિરિયલોમાં પણ જોવા મળી. આ ઉપરાંત તે અનેક વેબ સીરિઝમાં પણ કામ કરી ચુકી છે. તેમજ નિયાએ રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરેલા એડવેન્ચર રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી' પણ જીત્યો છે. કોરોનાવાયરસ મહામારી વચ્ચે આ સિઝન 2020માં એક સ્પેશ્યિલ એડિશન હતું.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *