News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં 'અનુપમા' (Anupama)ટીવી સિરિયલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ પારસ કલનાવતે(Paras Kalnawat) શો ને અલવિદા કહી દીધું હતું, જ્યારે હવે બીજી અભિનેત્રીએ શોને અલવિદા કહ્યું હોવાના સમાચાર વહેતા થયા છે. આ બધા અહેવાલો વચ્ચે, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે જે પાત્રએ શોને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે, તે હવે શોમાંથી બહાર થઈ જશે. અહેવાલો અનુસાર, શોમાં તે પાત્રનું મૃત્યુ(death) બતાવવામાં આવશે. હવે તમે વિચારતા હશો કે આ પાત્ર કોણ છે.
એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર અનુપમા સિરિયલમાં કિંજલ (Kinjal)એટલે કે નિધિ શાહે(Nidhi Shah) સિરિયલ છોડવાનો નિર્ણય મેકર્સને આપી દીધો છે. રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ હવે આ સિરિયલમાં ટ્વિસ્ટ(new twist) લઈને કિંજલના રોલને ખતમ કરવાનું વિચારી રહ્યા છે.અહેવાલો અનુસાર, નિર્માતાઓ કિંજલ (Nidhi Shah)) ના મૃત્યુને બતાવવા માટે શોમાં મોટો ટ્વિસ્ટ લાવવાનું વિચારી રહ્યા છે. શોના આગામી એપિસોડ્સમાં, અનુપમા અનુજ અને સમગ્ર પરિવાર સાથે ખૂબ જ ધામધૂમથી ગણેશ ઉત્સવની(Ganpati celebration) ઉજવણી કરશે. આ દરમિયાન કિંજલને લેબર પેઈન (labor pain)શરૂ થશે. એવા અહેવાલો આવી રહ્યા છે કે નવા ટ્વિસ્ટ અનુસાર, કિંજલ તેના બાળકના જન્મ પછી તરત જ મૃત્યુ (death)પામશે જો કે, આવું થાય છે કે નહીં તે તો સમય જ કહેશે. પરંતુ તે નિશ્ચિત છે કે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.‘અનુપમા’ ટેલિવિઝન સ્ક્રીન પર રાજ કરી રહી છે. અનુપમા ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે અને દર અઠવાડિયે BARC રેટિંગમાં ટોચ પર છે. આ દિવસોમાં, શોનો ટ્રેક ખૂબ જ રસપ્રદ છે કારણ કે વાર્તા અનુપમા અને અનુજના લગ્ન પછીના જીવન પર કેન્દ્રિત છે.
આ સમાચાર પણ વાંચો : અનુપમા સિરિયલ માં સૌથી વધુ કમાણી કરે છે શો ની મૂળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી- જાણો વનરાજ શાહ થી લઇ ને બા-બાપુજી કેટલી લે છે ફી
તમને જણાવી દઈએ કે કિંજલ પહેલા પારસ કલનાવત ને નિર્માતાઓએ રાતોરાત શોમાંથી બહાર કરી દીધો હતો. આ પછી પારસે મેકર્સ અને અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી(Rupali Ganguli) પર ઘણા ખુલાસા કર્યા. બહુ ઓછા લોકો જાણે છે કે પારસ અને નિધિ શાહ ઘણા સારા મિત્રો છે. પારસ પણ થોડા દિવસો પહેલા નિધિને મળવા માટે શોના સેટની (meet set)બહાર આવ્યો હતો.