ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
‘પ્યાર કા પંચનામા’ ફેમની નુસરત ભરૂચા માટે પરેશાન કરવાવાળી ખબર છે. નુસરત તેની આગલી ફિલ્મ લવ રંજનની સાથે કરી રહી છે. વાત એમ છે કે નુસરત મુંબઈના સ્ટુડિયોમાં હતી. ફિલ્મ મેકરે નુસરત સાથે 23 -24 દિવસનું શૂટિંગ કર્યું હતું, પરંતુ અત્યારે શૂટિંગ બંધ છે. છેલ્લા કેટલાક દિવસથી નુસરતની તબિયત સારી ન હતી. તે માંડ માંડ ઊભી રહી શકતી હતી. સેટ પર ચક્કર આવવાને કારણે તેને હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેનું બ્લડપ્રેશર પણ લો થઈ ગયું હતું. રાહતની વાત એ છે કે નુસરતને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી નથી, પરંતુ ડૉક્ટરે તેને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
લારા દત્તાનું હતું ઇન્દિરા ગાંધી સાથે ઇનડાયરેક્ટ કનેક્શન; જાણો વિગત
એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં નુસરતે કહ્યું કે ‘ડૉક્ટરોએ કહ્યું કે આ વરટિગો ઍટેક છે. વધુ તાણને કારણે તેને ચક્કર આવ્યાં હતાં.