News Continuous Bureau | Mumbai
શ્વેતા તિવારીની (Shweta Tiwari daughter) દીકરી પલક તિવારી (Palak Tiwari) ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત સ્ટાર કિડ્સમાંથી એક છે. તાજેતરમાં, જ્યારે તે સૈફ અલી ખાનના પુત્ર (Saif ali khan son) ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim ali khan) સાથે જોવા મળી હતી, ત્યારે તેણીને ચહેરો છુપાવવા બદલ ટ્રોલ નો (troll) સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ તેમના અફેરના સમાચાર (affair news) પણ સામે આવવા લાગ્યા હતા. હવે ફરી એકવાર બંને એકસાથે સ્પોટ થયા હતા, પરંતુ આ વખતે પલક એ પોતાનો ચહેરો છુપાવ્યો નહોતો. હવે બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા (social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
વાસ્તવમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પલક અને ઈબ્રાહિમ (Palak and Ibrahim) પોતાના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાંથી (restaurant)બહાર નીકળતા જોવા મળે છે. જ્યારે પલક પાપારાઝીને (Paparazzi) મોડું થઈ ગયું હોવાનું કહીને વહેલી નીકળી ત્યારે ઈબ્રાહિમ તેના મિત્રો સાથે કારમાં દેખાયો. પલક વ્હાઇટ ક્રોપ ટોપ, ગ્રે જેકેટ અને ગ્રીન સ્કર્ટમાં અદભૂત લાગી રહી હતી. તે જ સમયે, ઇબ્રાહિમ સફેદ શર્ટ અને ડેનિમ જીન્સમાં એકદમ હેન્ડસમ લાગતો હતો.બંનેને ફરી એક વખત સાથે જોઈને લોકો સવાલ કરવા લાગ્યા છે કે શું બંને એકબીજાને ડેટ (date each other)કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા બંનેના ફોટો અને વીડિયો (Video phots viral) પર કોમેન્ટ કરીને તે પૂછી રહ્યો છે કે શું બંને ખરેખર રિલેશનશિપમાં આવ્યા છે, તો એકે લખ્યું કે આ શું અફેર છે, એવું લાગે છે કે બંને ડેટ કરી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો: લગ્ન પછી આલિયા પતિ રણબીર સાથે નહીં પરંતુ આ અભિનેતા સાથે લેશે કોફી ની ચુસ્કી, કરણ જોહર ના પ્રશ્નો ના આપશે જવાબ
થોડા દિવસ પહેલા જ એક ઈન્ટરવ્યુમાં પલક તિવારીએ ઈબ્રાહિમ સાથેના અફેરના સમાચારો (affair news)પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે અમે બંને માત્ર મિત્રો (good friends) છીએ. લોકો જે પણ કહે છે, હું તેના પર ધ્યાન આપતી નથી. અમે એકલા નહોતા અમે અમારા મિત્રોના આખા જૂથ સાથે હતા, તે જ સમયે, પોતાનો ચહેરો છુપાવવા વિશે, પલકને કહ્યું હતું કે તે તેની માતાના કારણે આવું કરી રહી છે કારણ કે તેને ઘરે જવામાં મોડું થયું હતું અને તેણે તેની માતાને કહ્યું હતું કે રસ્તામાં ટ્રાફિક છે, તેથી મોડું થઈ રહ્યું છે.