ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને સાયબર સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે.
મુંબઈ હાઈકોર્ટે શિલ્પાના પતિ રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી છે અને 25 ઓગસ્ટ સુધી તેના જામીનની સુનાવણી અનામત રાખી છે.
વર્ષ 2020 માં રાજ કુંદ્રાએ સાયબર પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
છેલ્લી વખત સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના નિર્ણય સામે રાજ કુંદ્રાએ હાઇકોર્ટમાંથી રાહતની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એપ પર અપલોડ કરવા બદલ જેલમાં છે. તેના વિશે અત્યાર સુધી ઘણા મોટા ખુલાસા થયા છે.
હાલ માટે કુંદ્રાને થોડી રાહત મળી છે. હવે જોવાનું રહેશે કે 25 ઓગસ્ટે આ કેસમાં કોર્ટનો શું નિર્ણય આવે છે.
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : મહિલાઓને મળી વધુ એક સ્વતંત્રતા, હવે આપી શકશે NDA ની પરીક્ષા