ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
ડિજિટલ મનોરંજનની દુનિયાની નંબર વન વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’એ ફક્ત તેના નિર્દેશક હંસલ મહેતાની કરિયર જ નહીં, પરંતુ સિરીઝમાં શૅર બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવાવાળો ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીની લાઇફ પણ બદલી નાખી છે. મ્યુઝિક કંપની ટી-સિરીઝે પણ પ્રતીક ગાંધીને તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો છે. વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’માં પોતાની અદભુત પ્રદર્શનની છાપ છોડ્યા બાદ પ્રતીક ગાંધીને ટી-સિરીઝની મોટી ફિલ્મ મળી છે. એનું નામ હજુ સુધી નક્કી થવાનું બાકી છે. ફિલ્મમાં તેની સાથે ટી-સિરીઝના સીએમડી ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમાર હીરોઇન બની છે. ખુશાલી કુમારના મ્યુઝિક વીડિયો ચર્ચામાં છે. હાલમાં તેને પેન ઇન્ડિયા સુપર સ્ટાર આર. માધવન અને ચરિત્ર અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે એક મનોવૈજ્ઞાનિક રોમાંચ પર આધારિત તેની પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારે ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. જાણકારી એવી આવી રહી છે કે આ ફિલ્મ ફૅમિલી ડ્રામા છે. આ ફિલ્મ સામાન્ય માણસના સન્માનના સંઘર્ષની વાર્તા છે, જેમાં પ્રતીક મુખ્ય ભૂમિકામાં છે. નિર્માતા ભૂષણ કુમાર ફિલ્મ વિશે જણાવે છે કે આ ફિલ્મની વાર્તા સાધારણ છતાં વાસ્તવિકતાથી ભરેલી છે. આ વાર્તા આપણા દેશના હજારો લોકોને તેની પોતાની વાર્તા લાગશે.
2024ની ચૂંટણીમાં મોદીજીને છોડીને હું બીજા કોઈને પણ વોટ આપીશ, કારણ આપતાં બોલ્યો બૉલિવુડનો આ ઍક્ટર