ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર
હર્ષદ મહેતાના કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ સ્કેમ 1992 પછી પ્રતિક ગાંધી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું છે. તેણે મનોરંજન ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. હવે તેને બોલિવૂડમાં કામ મળી રહ્યું છે, આ સિવાય તેને OTTમાં પણ વધુ ખ્યાતિ મળી રહી છે.તેમની વેબ સિરીઝ ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર 4 ફેબ્રુઆરીએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. હવે પ્રતીકને નેટફ્લિક્સ તરફથી બીજી શાનદાર વેબ સિરીઝ મળી છે. આ સિરીઝનું નામ છે ફોર યોર આઈઝ ઓન્લી. આમાં તે ગુપ્તચર અધિકારીની ભૂમિકા ભજવશે.
એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે, “સ્કેમ 1992 – હર્ષદ મહેતા લેખક સુમિત પુરોહિત નેટફ્લિક્સ ના શોમાં પ્રતીક ગાંધીનું નિર્દેશન કરશે. પ્રતીકે 'ફૉર યોર આઈઝ ઓન્લી' નામની વેબ સિરીઝ સાઈન કરી છે, જે એક જાસૂસી ડ્રામા છે જેમાં તે ઈન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવશે.બોમ્બે ફેબલ્સ મોશન પિક્ચર્સ આ જાસૂસી ડ્રામા શ્રેણીના નિર્માતા છે, જે 70 ના દાયકા પર આધારિત છે અને ત્રણ દેશોમાં શૂટ કરવામાં આવશે. તે એક મલ્ટી સ્ટારર ફિલ્મ બનવા જઈ રહી છે જેમાં પ્રતિક મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ગૌરવ શુક્લા અને ભાવેશ મંડલા દ્વારા સહ-લેખિત આ શોનું શૂટિંગ જૂન 2022 માં શરૂ થશે.
‘સૂરરાય પોત્રુ’ ની હિન્દી રિમેકમાં થઈ આ બોલિવૂડ સુપરસ્ટાર ની એન્ટ્રી!! જાણો કોણ છે તે અભિનેતા
પ્રતીકના બાકીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ફિલ્મ વો લડકી હૈ કહાંમાં જોવા મળશે. તેની સાથે તાપસી પન્નુ જોવા મળશે. આ ફિલ્મની એક ઝલક સામે આવી છે. જેમાં પ્રતીક વરરાજા બનેલો છે અને તેના હાથમાં દૂરબીન છે. જ્યારે તાપસી પન્નુ પોલીસના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત પ્રતિક અથિતિ ભૂતો ભવ અને દેઢ બીઘા જમીન નામની ફિલ્મોમાં જોવા મળશે.