ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી પ્રીતિ ઝિન્ટા ફરીથી સિલ્વર સ્ક્રીન પર આવવાની તૈયારી કરી રહી છે. જો અહેવાલોનું માનીએ તો, પ્રીતિ ફિલ્મ નિર્માતા ડેનિશ રેંજુ ની અનટાઈટલ્ડ ફિલ્મ સાથે બોલિવૂડમાં પુનરાગમન કરી રહી છે. તમને જણાવી દઈએ કે રેંજુની આ ફિલ્મમાં પ્રીતિ એક હિંમતવાન કાશ્મીરી મહિલાના રોલમાં જોવા મળશે. કાશ્મીરમાં આ ફિલ્મના પ્રી-પ્રોડક્શનની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ માનવામાં આવે છે કે પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ 2022ના મહિનાની શરૂઆતમાં શરૂ થશે. પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે અને વધારાની કાસ્ટિંગ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રીતિ બીજા ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેની પાસે 2-3 ફિલ્મોની ઓફર છે.
ઋષિ કપૂરના નિધન બાદ રણબીર કપૂરે પિતાને લઈને લીધો આ મોટો નિર્ણય! જાણો વિગત
તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. હાલમાં તે તેના પારિવારિક જીવનનો આનંદ માણી રહી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી નહીં પરંતુ જાહેરાતોથી કરી હતી. તેની પ્રથમ જાહેરાત ચોકલેટ બ્રાન્ડની હતી. બાદમાં તે સાબુની જાહેરાતમાં પણ જોવા મળી હતી. પ્રીતિએ કુંદન શાહની ફિલ્મ ‘ક્યા કહેના’ સાઈન કરી હતી. પરંતુ આ પહેલા દિગ્દર્શક મણિરત્નમની ‘દિલ સે’ રિલીઝ થઈ હતી અને આ તેની ડેબ્યુ ફિલ્મ કહેવાય છે. જોકે, તેનો પહેલો લીડ રોલ ‘સોલ્જર’ માં હતો. તાજેતરમાં પ્રીતિ ઝિંટાના ઘરે ઘણી ખુશીઓ આવી હતી. ખરેખર, તે જોડિયા બાળકોની માતા બની છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી. તેણે પોતાના જીવનની આ ખુશીની ક્ષણ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી. બંને બાળકોનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.