News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેની આગામી ફિલ્મ 'ચમકીલા'માં ઈમ્તિયાઝ અલી સાથે કામ કરવા માટે તૈયાર છે. આ પહેલીવાર છે જ્યારે પરિણીતી ચોપરા ઈમ્તિયાઝ સાથે કામ કરશે. તે હવે રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'માં જોવા નહિ મળે. બે ફિલ્મોમાંથી પરિણીતીએ 'ચમકીલા'માં કામ કરવાનું પસંદ કર્યું.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પરિણીતી એ ઈમ્તિયાઝ અલી ની ફિલ્મ માં કરવા માટે રણબીર કપૂરની 'એનિમલ'માં કામ કરવાનો ઈન્કાર કરી દીધો છે, કારણ કે આ બંને ફિલ્મો ની તારીખ એક બીજા સાથે ટકરાતી હતી.પરિણીતી તેની કારકિર્દીમાં પ્રથમ વખત દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી સાથે ફિલ્મ 'ચમકીલા' માં કામ કરશે. તેના માટે આ એક મોટી ક્ષણ છે કારણ કે તે હંમેશા ઇમ્તિયાઝ સાથે કામ કરવા માંગતી હતી.એવું પણ જાણવા મળ્યું છે કે પરિણીતીએ હજુ 'ચમકીલા'ના શૂટિંગ માટે તૈયારી કરવાની બાકી છે અને તેથી જ તે 'એનિમલ' માટે શૂટિંગ કરી શકશે નહીં. બંને ફિલ્મોની તારીખો વચ્ચે જોરદાર ઓવરલેપ છે. તેથી જે ચાહકો રણબીર અને પરિણીતી ને એકસાથે પડદા પર જોવા માંગે છે તેઓ એ નવો પ્રોજેક્ટ ના આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ‘ગલી બોય’ ના 24 વર્ષીય આ રેપર નું થયું મૃત્યુ, રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદી એ જતાવ્યો શોક; જાણો વિગત
તમને જણાવી દઈએ કે પરિણીતી હાલમાં પહેલીવાર ટેલિવિઝન શો 'હુનરબાઝ'માં જજની ભૂમિકા ભજવી રહી છે. તે આગામી સમયમાં સૂરજ બડજાત્યાની ફિલ્મ 'ઊંચાઈ'માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, નીના ગુપ્તા, ડેની ડેન્ઝોંગપા અને સારિકા પણ મુખ્ય ભૂમિકામાં છે. બીજી તરફ રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં આલિયા ભટ્ટ સાથે 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.