News Continuous Bureau | Mumbai
દેશી ગર્લમાંથી વિદેશી મેમ બનેલી બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) આશરે ત્રણ વર્ષ પછી સ્વદેશ પરત ફરી છે. તે મંગળવારે પરોઢિયે મુંબઈ (Mumbai) આવી ગઈ હતી. જોકે, પ્રિયંકા એકલી જ આવી છે. દીકરીને અમેરિકા(USA) માં જ મૂકીને આવી છે.
#દેશીગર્લ #પ્રિયંકાચોપરા 3 વર્ષે #ભારત પરત ફરી, #મુંબઈએરપોર્ટ પર એકદમ ઉત્સાહમાં જોવા મળી.. જુઓ વિડીયો #desigiral #PriyankaChopra #mumbaiairport #india #priyankachoprajonas #newscontinuous pic.twitter.com/ORDheywSQX
— news continuous (@NewsContinuous) November 1, 2022
પ્રિયંકા ચોપરા મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર આવી ત્યારે ફોટોગ્રાફર્સની ભીડ જમા થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા(Social Media) માં તેનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે એરપોર્ટ પર ડાર્ક બ્લૂ રંગના શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહી છે. તેના ચહેરા પર વતન પરત ફરવાની ખુશી દેખાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : ગોઝારી સવાર- સોલાપુરમાં ઝડપી કારે શ્રદ્ધાળુંઓને કચડી નાંખ્યા- ગાડીના ઉડી ગયા ફુરચેફુરચા- જુઓ વિડીયો
પ્રિયંકાને તેની ફ્રેન્ડ રિસીવ કરવા આવી હતી, તેને ગળે મળી અને ફોટોગ્રાફર્સનું પણ અભિવાદન કર્યું હતું. ત્યારબાદ તે કારમાં બેસીને રવાના થઈ હતી. પ્રિયંકાએ મુંબઈ આવીને પોસ્ટ પણ શૅર કરી હતી.