News Continuous Bureau | Mumbai
પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન(Standup comedian) રાજુ શ્રીવાસ્તવ (Raju Shrivastav health) આજે પણ દિલ્હી(Delhi)ની AIIMSમાં જીવન માટે ઝઝૂમી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ ખૂબ જ ઓછો. એટલે કે પરિસ્થિતિ હજી પણ ચિંતાજનક(critical) છે.
તબીબો(doctors)ના જણાવ્યા અનુસાર તેમની હાલત હજુ પણ નાજુક છે. તેમને આઈસીયુ(ICU)માં લાઈફ સપોર્ટ સિસ્ટમ (Life Support system) પર રાખવામાં આવ્યા છે. ગયા બુધવારથી તેઓ હોશમાં આવ્યા નથી. રાજુની સારવાર AIIMSના વરિષ્ઠ ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ રાજુ શ્રીવાસ્તવની પત્ની(Wife)ને ફોન કરીને કોમેડિયનની તબિયત વિશે પૂછપરછ (Health updates) કરી હતી. આ સાથે તેણે પરિવારને હિંમત પણ આપી છે. PM મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Defence minister Rajnath Singh) અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ રાજુ શ્રીવાસ્તવના પરિવાર સાથે વાત કરીને તબિયત અંગે પૂછપરછ કરી હતી. આ સાથે તેમણે શક્ય એટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની એક હોટેલના જિમમાં વર્ક આઉટ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ટ્રેડમિલ પર પડી ગયા હતા. ત્યાર બાદ તાત્કાલિક તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : આખરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને મળી ગયા નવા દયાબેન – આ અભિનેત્રીની થશે શોમાં એન્ટ્રી