ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે. આ અભિનેત્રીએ હંમેશાં પોતાનું જીવન જાહેર રાખ્યું છે. તે પાપારાઝીની સામે પોતાની રમૂજી શૈલી રજૂ કરતી રહે છે. તે કોઈ પણ પ્રશ્ન પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં અચકાતી નથી. હવે ફરીથી રાખી સાવંત વિશે એક સમાચાર આવી રહ્યા છે કે તેણે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે વ્યક્તિ પોતાને ફેન કહેતો હતો અને દરવાજો તોડીને તેના ઘરમાં ઘૂસી ગયો હતો. રાખીએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે ઘરે નહોતી. તેના ઘરે રહેતી યુવતીને ઈજા થઈ હતી.
રાખીનો આ વીડિયો પાપારાઝી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર શૅર કર્યો છે. વીડિયોમાં રાખી કહેતી જોવા મળે છે કે ‘હું હજુ પણ સારા વિસ્તારમાં નથી રહેતી. પોલીસે તેને જેલમાં ધકેલી દીધો. તે મારા ઘરે પહોંચ્યો હતો અને દરવાજો તોડ્યો હતો. ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેને હમણાં જ જેલમાં નાખવામાં આવ્યો છે, તે પાગલ છે, રાખી આગળ કહે છે કે 'ફેન-ફેન, ના… અરે ચાહક, એક વ્યક્તિ, પ્રેમ કરે કોઈ દરવાજો થોડો તોડે. હું ઘરે નહોતી. ઘરે એક છોકરી હતી, તે ડરી ગઈ. તેને પણ ઈજા થઈ. પછી ફરિયાદ નોંધાવી. પોલીસે તેને જેલમાં ધકેલી દીધો. એટલા માટે હું અત્યારે સારા વિસ્તારમાં નથી રહેતી.’