News Continuous Bureau | Mumbai
ડ્રામા ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી રાખી સાવંત (Drama queen Rakhi sawant) તાજેતરમાં પતિ રિતેશથી અલગ થઈ ગઈ છે. આ માહિતી તેણે પોતે જ તેના ચાહકોને આપી હતી. હવે રાખી સાવંત ફરી એકવાર પ્રેમમાં પડી છે. આટલું જ નહીં તેણે તેના નવા બોયફ્રેન્ડની ઝલક પણ બતાવી છે. તેના બોયફ્રેન્ડનું નામ આદિલ ખાન દુર્રાની(Aadil Khan Durrani) છે. રાખી સાવંતને પોતાનો નવો પ્રેમ મળી ગયો છે અને નવા પાર્ટનરને મેળવીને રાખી ખુશખુશાલ છે. રાખી સાવંતનાં નવા બોયફ્રેન્ડની ચારેય તરફ ચર્ચાઓ ચાલી રહી છે.
એક ઇવેન્ટમાં રાખી સાવંતનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાખી સાવંત તેના બોયફ્રેન્ડ આદિલની ઝલક બતાવતી જોવા મળે છે. વાસ્તવમાં રાખી એક એવોર્ડ (award function)ફંક્શનમાં પહોંચી હતી. આ દરમિયાન રાખીએ પાપારાઝીની (Paparazzi)સામે બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાનીને મોબાઈલ પર વીડિયો કોલ (video call) કર્યો અને પછી બધા આદિલનો ચહેરો બતાવવા લાગી. તેમજ, ફોટોગ્રાફર્સે રાખીને તેના બોયફ્રેન્ડને કિસ કરવાનું કહ્યું, તો તેણે તેને વીડિયો કોલ પર જ કિસ કરી.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત છે કરોડોની સંપત્તિ ની માલિક, એક સમયે સલમાન-શાહરુખ કરતાં પણ વસૂલતી હતી વધુ ફી ; જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે
તેના નવા બોયફ્રેન્ડ (Aadil khan Durrani) વિશે વાત કરતાં, રાખી આગળ કહે છે – આદિલ એ જ છે જેણે મને જ્યારે હું ડિપ્રેશનમાં હતી ત્યારે મને ટેકો આપ્યો હતો અને મને કેટલાક ખોટા કામો કરતા રોકી હતી. આદિલ અને તેની બહેને મારો મૂડ ફ્રેશ કરવા મને BMW કાર ગિફ્ટ(BMW gift)કરી, કેમકે તેમને પસંદ નથી કે હું નાની કારમાં ફરું. રાખી આગળ કહે છે કે ફાઈનલી મને મારો પ્રેમ મળી ગયો છે.