News Continuous Bureau | Mumbai
રાખી સાવંત(Rakhi Sawant) પોતાની કોમેડીથી ચાહકોને હસાવતી જોવા મળે છે. સોશિયલ મીડિયા(Social Media)માં તે ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ રાખી સાવંતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં રાખી સાવંતને BMW કાર(BMW Car) ગિફ્ટમાં મળી છે. હજી થોડાં મહિના પહેલાં જ રાખીએ એમ કહ્યું હતું કે તેની પાસે 50-60 લાખ રૂપિયા નથી કે તે નવી કાર ખરીદી શકે.
રાખીએ સો.મીડિયામાં વીડિયો પર શૅર કરેલા વીડિયોમાં લાલ રંગની મોંઘીદાટ BMW કાર જોવા મળી રહી છે. સાથે જ કાર પર કેક પણ મૂકવામાં આવી છે. રાખીને આ કાર તેના ફ્રેન્ડ્સ આદિલ તથા શૈલીએ ગિફ્ટમાં આપી છે. આ વીડિયો શૅર કરતા રાખીએ કહ્યું હતું કે, 'મારી નવી ગિફ્ટેડ કાર.' ચાહકોએ રાખીને નવી કાર માટે શુભેચ્છા પાઠવી હતી.
આ સમાચાર પણ વાંચો : મુકેશ ભટ્ટ- મહેશ ભટ્ટ ની કંપની વિશેષ ફિલ્મ્સ થી અલગ થઈ પરિવાર ની આ સદસ્ય, પિતરાઈ ભાઈ સાથે મળી ને ખોલી નવી કંપની
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં રાખી સાવંત લક્ઝુરિયસ કારના શોરૂમ બહાર જોવા મળી હતી. તે સમયે રાખીએ કહ્યું હતું કે તે માત્ર કાર જોવા ગઈ હતી, કારણ કે તેને લાગ્યું કે કોરોનાકાળમાં કાર સસ્તી થઈ હશે. જાેકે, તેની પાસે નવી કાર ખરીદવાના 60 લાખ રૂપિયા નથી. તેની નાની લાલ રંગની કાર જ તેના માટે ઠીક છે.