News Continuous Bureau | Mumbai
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ચાલી રહી છે. મહેંદી, હલ્દી, લેડીઝ સંગીતથી લઈને લગ્ન , રિસેપ્શન, દરેક વિધિની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. લગ્નમાં બીજી એક મજાની વિધિ છે જૂતા ચોરી. કન્યાની બહેનો આ ધાર્મિક વિધિ માટે ખૂબ જ ઉત્સાહથી તૈયારી કરે છે. હવે જ્યારે આલિયા લગ્ન કરી રહી છે, ( Ranbir Alia wedding) ત્યારે આ સમારોહની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે, પરંતુ આલિયાની બહેન શાહીન ભટ્ટ નહીં, પરંતુ આ પ્રખ્યાત ટીવી અભિનેત્રી તૈયારી કરી રહી છે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં જૂતા ચોરી ની વિધિ ની જવાબદારી આલિયા ની બહેન શાહીન ભટ્ટ ના માથે હોવી જોઈએ, પરંતુ મનોરંજન જગતની ડ્રામા ક્વીન તેની તૈયારીઓ કરી ચૂકી છે. આલિયાની બહેન હોવાનો દાવો કરીને તે જૂતા ચોરી કરવાનો પ્લાન જણાવી રહી છે. આટલું જ નહીં, તેણે જૂતાના બદલામાં રણબીર પાસેથી આટલી મોટી રકમ માંગવાનું મન બનાવી લીધું.
આ સમાચાર પણ વાંચો : ઓળખી બતાઓ જોઉં. આ ફોટામાં પ્રીયંકા ચોપરા ક્યાં છે? જુઓ બાળપણ નો ક્યુટ ફોટો
સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખુશ થઈ રહ્યા છે અને રાખીના આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. બધાની જેમ રાખી પણ આલિયા-રણબીરના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહી છે. તેણે કહ્યું હતું કે 'આલિયા સબ્યસાંચીના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગશે અને રણબીર પણ રાજકુમાર જેવો લાગશે. બંને રાજા અને રાણી જેવા દેખાશે.