News Continuous Bureau | Mumbai
15 ઓગસ્ટ 2022ના (Independece day)રોજ ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં સરકારે હર ઘર તિરંગા (Har Ghar Tiranga)અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન અંતર્ગત દેશભરમાં દરેક ઘરમાં ત્રિરંગો(Tricolour) ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકોની સાથે બોલિવૂડ(Bollywood) અને ટીવી સ્ટાર્સે(TV stars) પણ પોતાના ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો. જોકે, 'રામાયણ' (Ramayan – 1987) ફેમ અભિનેત્રી દીપિકા ચિખલિયા(Dipika Chikhlia) દ્વારા એક ભૂલ થઈ હતી.
હકીકતમાં, રામાયણ ફેમ અભિનેત્રી દીપિકા ચિખલિયા(Dipika Chikhlia)એ ટિ્વટર પર હાથમાં ઝંડો પકડી ફોટો શેર કર્યો. આ ફોટોમાં તે સફેદ કપડામાં સલામ કરતા જોવા મળી રહ્યાં છે. તેમના હાથમાં તિરંગો(Tricolour) છે. દીપિકાએ ફોટો શેર કરતા લખ્યું, '75માં સ્વતંત્રતા દિવસની બધાને શુભેચ્છા, પરંતુ તેમણે ભૂલથી ભારત(India) ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની જગ્યાએ પાકિસ્તાની પ્રધાનમંત્રી(Pak PMO)ના ટિ્વટર હેન્ડલને ટેગ કરી દીધું.' હવે દીપિકાથી ભૂલ થઈ છે એટલે ટ્રોલર્સના નિશાને આવવું વ્યાજબી છે.
આ સમાચાર પણ વાંચો : જાણો તે લેખક વિશે જેના વિના અમિતાભ બચ્ચન ક્યારેય બની શક્યા ન હોત શહેનશાહ-આ રીતે લખાયા હતા ફિલ્મના ક્લાઈમેક્સ ના ડાયલોગ
દીપિકા(Dipika Chikhlia)ના ફોટો પર ઘણા લોકોએ મીમ્સ(Memes) શેર કરવાના શરૂ કરી દીધા છે. એક યૂઝરે આંખ બંધ કરી નિશાન લગાવતા વ્યક્તિનો ફોટો શેર કર્યો અને લખ્યું કે પીએમનું ટિ્વટર હેન્ડલ પસંદ કરતા સમયે.
Pmo ka handle select karte time pic.twitter.com/077fWgi9ov
— FirstName LastName (@kirkit_xpert) August 15, 2022
અન્ય એક યૂઝરે રામાયણ(Ramayan)ના લક્ષ્મણનો ફોટો શેર કર્યો છે. તેમાં લક્ષ્મણ કહે છે, હે પ્રભુ મને તો આ કોઈ માયાજાળ લાગે છે.
— Delhi Se Hoon BC (@delhichatter) August 15, 2022
ઘણા યૂઝર્સ તે વાતને લઈને કન્ફ્યૂઝ છે કે આખરે દીપિકા ચિખલિયાએ પાકિસ્તાનના પીએમના ટિ્વટર હેન્ડલને ટેગ કેમ કર્યું છે. તો ઘણા મીમર્સ દીપિકાની આ ભૂલ પર હસી રહ્યાં છે.
हे प्रभु, कहाँ है आप? अब तो अवतार लेना ही होगा https://t.co/QAr3OH00kr
— Neha S. (@Neha_ns7777) August 15, 2022
આ સમાચાર પણ વાંચો : સોનમ, આલિયા બાદ હવે બોલીવુડની આ અભિનેત્રી બનવા જઈ રહી છે માતા- બેબી બમ્પની તસવીરો કરી શેર- જુઓ ફોટોગ્રાફ
ઉલ્લેખનીય છે કે દીપિકા ચિખલિયાને રામાનંદ સાગર(Ramanand Sagar)ની સીરિયલ રામાયણથી ઓળખ મળી હતી. આ સીરિયલમાં તેમણે માતા સીતા(Sita)નો રોલ કર્યો હતો. તો અરૂણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.