News Continuous Bureau | Mumbai
રશ્મિકા મંદન્ના હાલમાં સાઉથમાં તે પોતાની એક્ટિંગથી ધમાલ મચાવી રહી છે.સાઉથ ની સાથે સાથે તે બોલિવૂડમાં ધમાકો કરવા તૈયાર છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આવનારા સમયમાં ઘણી શાનદાર ફિલ્મોનો ભાગ બનશે. આ વખતે તેણે એક્ટર વરુણ ધવન સાથે કામ કર્યું છે. રશ્મિકા વરુણ સાથે કામ કરીને ખૂબ જ ઉત્સાહિત છે. તેણે વરુણ સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. વરુણ અને રશ્મિકા કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ એડ શૂટ માટે સાથે આવ્યા છે. બંનેને સાથે જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ છે.
રશ્મિકાએ અગાઉ વરુણનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેની પીઠ દેખાતી હતી. ફોટો શેર કરતી વખતે રશ્મિકાએ લખ્યું- ગેસ કરો આજે હું કોની સાથે શૂટિંગ કરી રહી છું. આ ફોટો બીચ નો હતો જ્યાં વરુણ પોઝ આપતો જોવા મળ્યો હતો.રશ્મિકા કોની સાથે શૂટિંગ કરી રહી છે તે જાણવા તેના ચાહકો ખૂબ જ ઉત્સુક હતા. જે બાદ તેણે વરુણ સાથે એક મજેદાર સેલ્ફી શેર કરી હતી. સેલ્ફી શેર કરતી વખતે રશ્મિકાએ લખ્યું- VD. ખુશ ચહેરો. વર્કઆઉટથી લઈને શૂટિંગ સુધી. સેલ્ફીમાં રશ્મિકાના ચહેરાને જોઈને કહી શકાય કે તે ખૂબ જ ઉત્સાહિત છે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વ સિનેમામાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ની છલાંગ, આ હોલિવુડ અભિનેત્રી સાથે કરશે ડિજિટલ ડેબ્યૂ; જાણો વિગત
વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘પુષ્પા’ ગયા વર્ષે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રશ્મિકા અને અલ્લુ અર્જુન લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. આ ઉપરાંત તે જલ્દી જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મિશન મજનૂ’ થી બોલિવૂડ માં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ પછી તે અમિતાભ બચ્ચન સાથે ‘ગુડ બાય’ માં જોવા મળશે.બીજી તરફ વરુણ ધવનની વાત કરીએ તો તેની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં તે કિયારા અડવાણી સાથે લીડ રોલમાં જોવા મળશે. આ પછી તે ક્રિતી સેનન સાથે ‘ભેડિયે’ માં જોવા મળશે.