News Continuous Bureau | Mumbai
સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna)હિન્દી ફિલ્મોમાં કામ કરવાને લઈને ખુબ ઉત્સાહિત છે, તેના ચાહકો તેનાથી વધુ ખુશ છે. રશ્મિકા મંદન્ના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'માં(Animal) અભિનેતા રણબીર કપૂર સાથે જોવા મળશે. બંને સ્ટાર્સે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ફિલ્મના સેટ પરથી ઘણી તસવીરો વાયરલ(photo viral) થઈ હતી. રશ્મિકાએ તાજેતરમાં જ મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં રણબીર કપૂર સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી હતી. તેણે જણાવ્યું કે અભિનેતા સાથે કામ કરવું તેના માટે કેવું હતું. આ પછી તેણે રણબીરની(Ranbir Kapoor) એક આદત વિશે પણ જણાવ્યું, જેનાથી રશ્મિકા નારાજ છે. તો ચાલો જાણીયે રણબીર ની તે આદત વિશે.
રણબીર કપૂર વિશે વાત કરતાં રશ્મિકા મંદન્નાએ કહ્યું, 'રણબીર ખૂબ જ ક્યૂટ છે. તેની સાથે કામ કરતા પહેલા હું ખૂબ જ નર્વસ(nervas) હતી પરંતુ જ્યારે હું તેને પહેલીવાર મળી ત્યારે માત્ર 5 મિનિટમાં જ હું ખૂબ જ આરામદાયક બની ગઈ હતી. અમારા લુક ટેસ્ટ (look test)દરમિયાન, બધું એકદમ સામાન્ય થઈ ગયું અને અમે બંને એકબીજા સાથે ખૂબ જ આરામદાયક હતા.રણબીરની આદત (Ranbir habit)વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, "જ્યારે હું શૂટિંગ વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે હું રણબીર અને સંદીપ સર સાથે કેટલી સરળતાથી કામ કરી શકી છું. આખી ઈન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર એક એવો વ્યક્તિ છે જે મને મેડમ કહે છે. મને તે બિલકુલ ગમતું નથી.'
આ સમાચાર પણ વાંચો : શું કોરોના પોઝિટીવ હોવા છતાં શાહરૂખ ખાને આપી આ અભિનેત્રી ના લગ્ન સમારોહમાં હાજરી
તમને જણાવી દઈએ કે, રણબીર-રશ્મિકા સ્ટારર ફિલ્મ એનિમલનું શૂટિંગ મનાલીમાં(Manali) શરૂ થઈ ગયું છે. જ્યારે સ્ટાર્સ શૂટ માટે મનાલી પહોંચ્યા તો ત્યાંના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સંદીપ રેડ્ડીની આ ફિલ્મ હિન્દી ()hindi)ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. 'એનિમલ' 11 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થશે. આ પહેલા રશ્મિકા મંદન્ના ફિલ્મ મિશન મજનુમાં (mission majnu)જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં હશે. આ સિવાય રશ્મિકાના ખાતામાં અલવિદા ફિલ્મ પણ છે, જેમાં તે અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) અને નીના ગુપ્તા સાથે કામ કરશે.