ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
બોલિવૂડના જાણીતા સિંગર-કમ્પોઝર બપ્પી લાહિરી હવે આ દુનિયામાં નથી રહ્યા. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનારા સંગીતકાર બપ્પી લાહિરી એ 69 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ઈન્ડસ્ટ્રીમાં લોકો તમને ‘બપ્પી દા’ કહીને બોલાવતા હતા. ડિસ્કો કિંગ ના હીટ ટ્રેક ઉપરાંત તેઓ તેમના દેખાવ અને તમની સોનાની ચેન માટે લોકપ્રિય ગણાતા હતા .બંગડી થી લઈને વીંટી અને ભારે ચૈન સુધી લાહિરી હંમેશા સોનાથી સજ્જ રહેતા. તેમની અનોખી શૈલી બધાને પસંદ આવતી જે તેમને બધાથી અલગ બનાવતી હતી.
બપ્પી લાહિરી ભારત ના ગોલ્ડમેન તરીકે પણ ઓળખાતા હતા પણ તમને ખબર છે કે તેઓ આટલું સોનુ કેમ પહેરતા? સોના પ્રત્યેના તેમના પ્રેમ વિશે તેમણે એક વાર કહ્યું હતું કે, હોલીવુડના મશહુર સિંગર એલ્વિસ પ્રેસ્લી સોનાની ચેન પહેરતા હતા. હું પ્રેસ્લીનો બહુ મોટો અનુયાયી હતો. મને લાગતું હતું કે જો હું કોઈ દિવસ સફળ થઈશ તો હું પણ મારી એક અલગ ઈમેજ બનાવીશ. ભગવાનની કૃપાથી મેં મારી એક અલગ છબી બનાવી છે. પહેલા લોકો માનતા હતા કે આ તો દેખાડો કરવાનો રસ્તો છે, પણ એવું નથી. સોનું મારા માટે લકી છે.
અગાઉ, બપ્પી લાહિરી રીયલ સોનાના દાગીના પહેરતા હતા પણ સમય જતાં, તેમણે નવી ફેશન એન્ડ ટ્રેન્ડને અપનાવ્યા. 2010 ના દાયકાની શરૂઆતમાં, તેમણે સોનાનો ત્યાગ કરીને નવા પ્રકારની જ્વેલરી પહેરવાનું શરૂ કર્યું. જે ઝવેરી અને રોકાણકાર માટે તે ખૂબ જ મૂલ્યવાન છે. મેં ક્યારેય કોઈ બ્રાન્ડને સમર્થન આપ્યું નથી, પરંતુ આ વખતે હું ચોક્કસપણે આ નવા યુગની મેટલને સમર્થન આપી રહ્યો છું. તેમણે ઉમેર્યું