News Continuous Bureau | Mumbai
મુંબઈની એક વિશેષ અદાલતે(Mumbai special court) બુધવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના(Sushant singh Rajput case) મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીને આઈફા એવોર્ડ(Rhea Chakravarthi) શોમાં હાજરી આપવાની મંજૂરી આપી છે. આ સાથે સ્પેશિયલ જજે પ્રોસિક્યુશન એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને રિયા ચક્રવર્તીનો પાસપોર્ટ(passport) તેમને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. અભિનેત્રી 2 થી 5 જૂન દરમિયાન આઈફાની 22મી આવૃત્તિમાં (IIFA award)ભાગ લેવા માટે અબુ ધાબી (Abu Dhabi)જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે ચક્રવર્તીને એક લાખ રૂપિયાના વધારાના રોકડ જામીન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે, કોર્ટે અભિનેત્રીને એ પણ નિર્દેશ આપ્યો છે કે જો તેણી તેની મુસાફરી દરમિયાન કોઈપણ શરતોનું પાલન નહીં કરે તો તેના જામીન રદ કરવામાં આવશે. કોર્ટે રિયા ચક્રવર્તી પર ઘણી શરતો લાદી હતી અને કહ્યું હતું કે તે દરરોજ અબુ ધાબીમાં(Abu Dhabi) ભારતીય દૂતાવાસ (Indian embassy)સમક્ષ હાજર રહેશે. એનસીબીને(NCB) તેના સમયપત્રકની જાણ કરશે અને ભારત(India)પરત ફર્યા બાદ તેનો પાસપોર્ટ NCBને ફરીથી સોંપશે.રિયા ચક્રવર્તીના વકીલે કોર્ટને જણાવ્યું કે અભિનેત્રીને ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA)ના ડિરેક્ટર દ્વારા ગ્રીન કાર્પેટ પર ચાલવા, એવોર્ડ આપવા અને ઇન્ટરેક્શન હોસ્ટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં, અભિનેત્રીના વકીલે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી રિયા ચક્રવર્તીની અભિનય કારકિર્દીને ઘણી અસર થઈ છે. તેથી, તેઓને આ કાર્યક્રમમાં જવાની મંજૂરી આપવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : ગાયિકી ની તાલીમ લીધી ના હોવા છતાં કેકે આ રીતે બન્યો સૂરો નો બાદશાહ- જાણો તેના સિંગિંગ કરિયર વિશે
તમને જણાવી દેઈએ કે, આ કેસમાં રિયા ચક્રવર્તીની સપ્ટેમ્બર 2020માં ધરપકડ (Rhea chakraborty aarrest)કરવામાં આવી હતી. ધરપકડના લગભગ એક મહિના પછી બોમ્બે હાઈકોર્ટ (Bombay High court)દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તી ઉપરાંત, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને અન્ય કેટલાક લોકો પર પણ ડ્રગ્સના (Drug use)કથિત વપરાશ, કબજો રાખવા અને તેના માટે મોટી રકમ ચૂકવવાના કેસમાં આરોપી તરીકે આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમાંથી મોટાભાગના જામીન પર બહાર છે.