SUBDOMAIN == gujarati

મનોરંજન

રિયા ચક્રવર્તી બની મોસ્ટ ડિઝારેબલ વુમન; મળ્યો ઍવૉર્ડ; જાણો વિગત….

Jun, 8 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન, ૨૦૨૧

મંગળવાર

રિયા ચક્રવર્તી ભલે ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણમાં વગોવાઈ ગઈ હોય, પરંતુ તેનું પી.આર. અને મીડિયા મૅનેજમેન્ટ અત્યારે સરસ ચાલી રહ્યું છે. વાત એમ છે કે રિયા ચક્રવર્તીને ટાઇમ્સએ ૨૦૨૦ની મોસ્ટ ડિઝારેબલ વુમનમાં ટૉપનું સ્થાન આપ્યું છે.આ યાદીમાં ઍડલાઇન કેસ્ટી બીજા નંબરે, ત્રીજા નંબરે દિશા પટણી, ચોથા નંબરે કિયારા અડવાણી, પાંચમાં નંબર પર દીપિકા પાદુકોણ છે. ગયા વર્ષે દિશા પટણી આ યાદીમાં પ્રથમ નંબરે હતી. જ્યારે કેટરિના કૈફ, જેક્લીન ફર્નાન્ડીઝ, અનુપ્રિયા ગોએન્કા, રૂહી સિંઘ અને અવિત્રી ચૌધરી છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા અને દસમા ક્રમે છે. આ બધાને પછાડી રિયા ચક્રવર્તી આગળ નીકળી ગઈ. રિયા સુશાંત કેસમાં આરોપી માનવામાં આવી હતી. આ કેસમાં રિયાની NCB દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.

રિયા ચક્રવર્તીએ સારા અલી ખાનને બરાબર ફસાવી, હવે ડ્રગ્સ કેસમાં લાંબી થઈ જશે; જાણો વિગત

ફિલ્મો વિશે વાત કરીએ તો રિયા ચક્રવર્તી ટૂંક સમયમાં ફિલ્મ ચેહરેમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે.

Leave Comments