ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર
ટીવીના ફેમસ ચહેરાઓમાંથી એક રૂબીના દિલાઈક જ્યાં પોતાની એક્ટિંગથી લોકોને મોહિત કરે છે, ત્યારે તે પોતાના સિઝલિંગ લુકથી લોકોને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. રૂબીના દિલાઈકે પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
'બિગ બોસ' વિજેતા રુબિના દિલાઈકે તેના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. લોકો તેના ગ્લેમરસ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
રૂબીના દિલાઈક સ્ટ્રેપલેસ બ્લેક કલરની મોનોકીની માં જોવા મળી રહી છે. આ સાથે તેણે કાળા ચશ્મા સાથે પોઝ આપ્યો છે.
ફોટામાં રૂબીના તેના મિત્ર સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. નો મેકઅપ લુક અને ભીના ખુલ્લા વાળમાં રૂબીનાની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ નજરે પડે છે.
કેટલાક ફોટામાં, રૂબિના પૂલમાં ગુલાબી રંગની એર ડક પર પોઝ આપતી જોવા મળે છે. લોકો તેમની આ હરકતોને ખૂબ પસંદ કરે છે.
રૂબીનાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સિરિયલ છોટી બહુથી કરી હતી. લોકોએ 'શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી'માં તેના અભિનયને ગણકાર્યો હતો.આ દિવસોમાં રૂબીના સીરિયલ 'શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી'માં સૌમ્યાના રોલમાં જોવા મળી હતી. આ સિરિયલ ગયા વર્ષે બંધ થઈ ગઈ હતી. રૂબીના હિતેન તેજવાણી અને રાજપાલ યાદવ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.