રુબીના દિલાઈકે ગુલાબી આઉટફિટમાં બતાવ્યો તેનો ગ્લેમરસ લૂક-તેની આ અદાઓ પર છકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

ટીવીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલાઈક (Rubina Dilaik)આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પરંતુ હવે તે તેના લેટેસ્ટ ફોટોશૂટને (latest photoshoot)લઈને ચર્ચામાં છે. રૂબીના દિલેકની તસવીરો અને વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. બીજી તરફ, રૂબીના દિલાઈક ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

રૂબીના અવારનવાર પોતાના નવા લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે. હવે ફરી એકવાર રૂબીના દિલેકની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ(glamorous) લાગી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.

હાલમાં જ રૂબીના દિલાઈકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક કલરના આઉટફિટમાં(pink outfit) જોવા મળી રહી છે. આ સાથે રૂબીનાએ તેના ગળામાં જ્વેલરી પણ પહેરી છે.

રૂબીના દિલાઈકે ગ્લોસી મેકઅપ (glossy makeup)કર્યો છે અને તેના આખા લુક માટે હાઈ પોનીટેલ બનાવી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ લેટેસ્ટ ફોટોશૂટમાં રૂબીના દિલાઈકે એક કરતા વધારે પોઝ આપ્યા છે. આ તસવીરોમાં રૂબીનાએ તેના ગ્લેમરસ એક્ટ્સ બતાવ્યા છે.

આ દિવસોમાં રૂબીના ખતરોં કે ખિલાડી સીઝન 12ના શૂટિંગ માટે કેપટાઉનમાં (cape town)છે.દરમિયાન, એવા પણ સમાચાર છે કે રૂબીના શોમાંથી બહાર થઈ ગઈ છે, જો કે તેના વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : કંઈક નવું કરવા ટેવાયેલી ઉર્ફી જાવેદે ઈલેક્ટ્રીક વાયર વડે બનાવ્યો ડ્રેસ-વીડિયો જોઈને ચાહકોને લાગશે કરંટ- જુઓ અભિનેત્રી નો સુપર બોલ્ડ વિડીયો

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *