News Continuous Bureau | Mumbai
અભિનેત્રી રૂપાલી ગાંગુલી સતત ચર્ચામાં રહે છે. ટીવી શો ‘અનુપમા’ માં તે એક ગુજરાતી ગૃહિણીની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે આ રોલને લઈને ડરતી હતી.શોમાં, રૂપાલીને એક સમર્પિત માતા અને પુત્રવધૂ તરીકે બતાવવામાં આવી છે, જે ઘણી વાર તેનું શિક્ષણ પૂરું ન કરવાને કારણે નિરાશ થઈ જાય છે. રૂપાલીએ કહ્યું હતું કે સાત વર્ષના અંતરાલ પછી સ્ક્રીન પર પાછા ફરવાને લઈને તેનામાં બહુ આત્મવિશ્વાસ ન હતો.
એક મીડિયા હાઉસ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં રૂપાલી એ જણાવ્યું હતું કે, "જ્યારે હું ‘અનુપમા’ સાથે જોડાઈ ત્યારે હું જાડી હતી અને મેં મારા નિર્માતા રાજન શાહીને કહ્યું હતું કે તમને એક હિરોઈન જોઈએ છે અને આ ઉંમરે મને થોડું વજન ઘટાડવા દો. પરંતુ નિર્માતાએ મને કહ્યું કે તેઓ હિરોઈન નહિ પરંતુ એક માતા જોઈએ છે. તેણે કહ્યું, 'મારે માતા જોઈએ છે અને તમે આ રોલ માટે પરફેક્ટ છો કારણ કે માતાઓ આવી હોય છે. મમ્મીને જિમ જવાનો સમય નથી મળતો અને તેનું ફિગર પરફેક્ટ છે. માતા એક માતા છે, તે પહેલા તેના બાળકો, પરિવાર, ઘર વિશે વિચારે છે અને પછી જ્યારે તેને સમય મળે છે, તે કદાચ પોતાના વિશે વિચારે છે."
આ સમાચાર પણ વાંચો : આ ગાયકે 15 વર્ષ શો ને હોસ્ટ કર્યા બાદ ટીવી ઈન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા! ભાવનાત્મક પોસ્ટ શેર કરીને કરી જાહેરાત
રૂપાલી એ વધુ માં કહ્યું, "હું સાત વર્ષથી ગૃહિણી હતી અને ઘરે જ હતી. તેથી જ્યારે હું આ શોમાં જોડાઈ ત્યારે મને મારા પાત્ર વિશે શંકા હતી. શું હું સ્ક્રીન પર સારી દેખાઈશ, શું હું જાડી દેખાઈશ? ખાસ કરીને ત્યારે જ્યારે તમે સારા ફિગર માટે જાણીતા હોવ. તો સ્ક્રીન પર મારી જાતને સ્વીકારવા માટે અને લોકો મારા વિશે શું વિચારશે જેમ કે તેણીએ આટલું વજન કેમ વધાર્યું છે, તે કેવું દેખાશે, શું મારો શો સ્વીકારવામાં આવશે કારણ કે કદાચ હું ખૂબ ખરાબ હોઈશ, શું હું સાત વર્ષના ગેપ પછી સારો અભિનય કરી શકીશ? .તમને જણાવી દઈએ કે , રૂપાલી શોમાં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે, જેને તેની ટોચની TRP માટે સફળ જાહેર કરવામાં આવી છે.