News Continuous Bureau | Mumbai
ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં તેના નવા શો અનુપમા નમસ્તે અમેરિકાના શૂટિંગમાં વ્યસ્ત છે. દર્શકો આ શો દ્વારા અનુપમાના જૂના જીવનથી પરિચિત થઈ શકશે. અનુપમાની સફળતા જોઈને નિર્માતાઓએ તેનું OTT વર્ઝન અનુપમા નમસ્તે અમેરિકા લોન્ચ કરવાનું નક્કી કર્યું. રૂપાલી ગાંગુલી હાલમાં અનુપમા નમસ્તે અમેરિકા અને અનુપમા માટે શૂટિંગ કરી રહી છે. વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ રૂપાલી ગાંગુલી ફેન્સ માટે ફની વીડિયો બનાવવાનું ભૂલતી નથી. અભિનેત્રીનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે શિનચેન નો પ્રખ્યાત ડાયલોગ રિક્રિએટ કરી રહી છે.
સામે આવેલા આ વીડિયોમાં તેની કો-સ્ટાર એકતા સરૈયા રૂપાલી સાથે જોવા મળી રહી છે. એકતા સિરિયલ અનુપમામાં વનરાજ શાહની બહેન ડોલીના રોલમાં જોવા મળે છે. વીડિયોમાં બંને શિનચેન નો એક સીન રિક્રિએટ કરી રહ્યાં છે અને તેને શેર કરતી વખતે રૂપાલી ગાંગુલીએ કેપ્શનમાં લખ્યું, 'અમે સુંદર લાગી રહ્યા છીએ? હે ને ?' રૂપાલી ગાંગુલીના આ વીડિયો પર અત્યાર સુધીમાં 90 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : ‘ધ કપિલ શર્મા શો’ માં નહિ પરંતુ આ કોમેડી શો માં થઇ શકે છે નવજોત સિંહ સિદ્ધુ ની વાપસી! જાણો વિગત
અનુપમા સિરિયલની વાત કરીએ તો આ દિવસોમાં અનુપમા અને અનુજ કાપડિયાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ વનરાજે નોકરી ગુમાવી દીધી છે અને બા તેની હાલત જોઈને ખૂબ જ પરેશાન છે. આવી સ્થિતિમાં તે જલ્દી જ અનુજ કાપડિયા પાસે મદદ માટે જશે. અનુજ કાપડિયા લગ્ન પહેલા જ શાહ પરિવાર પર મોટો ઉપકાર કરતા જોવા મળશે. હાલમાં, બા અને વનરાજ તેના લગ્નની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં બંને એક સાથે મળી ને શું કરશે?