ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
ટીવી શો ‘સાથ નિભાના સાથિયા’ મા કોકીલાબહેનનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી રૂપલ પટેલની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. તેમના સ્વાસ્થ્ય વિશેની માહિતી આપતાં તેમના પતિ રાધાકૃષ્ણ દત્તે જણાવ્યું કે ચિંતાની કોઈ વાત નથી તેમનું સ્વાસ્થ્ય ઠીક છે અને તેમને જલદી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે, પરંતુ તેમના પતિએ ફોડ નથી પાડ્યો કે શા માટે અભિનેત્રીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે.
સૈફ અલી ખાનની વધુ એક ફિલ્મ બૉયકૉટ થવાની શક્યતા; હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ; જાણો વિગત
વધુમાં જણાવવાનું કે રૂપલ પટેલ થિયેટર ગ્રુપ ચલાવે છે. રૂપલ પટેલે પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ ‘મહેક’ થી કરી હતી. જ્યારે કે ટેલિવિઝનની તેમની પહેલી સિરિયલ ‘શગુન’ હતી. રૂપલે ગુજરાતી શો ‘સો દિવસ સાસુના’માં પણ કામ કર્યું હતું, પરંતુ તેમને ઓળખ ‘સાથ નિભાના સાથિયા’થી મળી હતી. તેમનું ‘રસોડે મેં કોન થા’ વિડિયો ખૂબ જ વાયરલ થયો હતો.