News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા (social media) પર ક્યારે શું વાયરલ થશે તે અંગે કંઈ કહી શકાય નહીં. સોશિયલ મીડિયા પર અવારનવાર મીમ્સ (mims and photos) અને ફની ફોટો-વિડિયો વાયરલ થતા હોય છે, આવી સ્થિતિમાં ફરી એકવાર સલમાન ખાન (Salman Khan) અને રાનુ મંડલ (Ranu Mandal)નો એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એકદમ ફની છે અને સલમાન ખાન તેમજ રાનુ મંડલ બોલિવૂડનું સુપરહિટ ગીત 'હાલ કૈસા હૈ જનાબ કા' ગાતા જોવા મળે છે.
વાસ્તવમાં આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર એડિટ (edited video) કરવામાં આવ્યો છે, જેમાં સલમાન ખાન અને રાનુ મંડલના બે અલગ-અલગ વીડિયો મિક્સ કરવામાં આવ્યા છે. વીડિયોને એ રીતે એડિટ કરવામાં આવ્યો છે કે સલમાન ખાન 'હાલ કૈસા હૈ જનાબ કા'નું (haal kaisa hai janab ka)મેલ વર્ઝન ગાતો જોવા મળે છે જ્યારે રાનુ મંડલ ફિમેલ વર્ઝન ગાતી હોય છે. આ વીડિયો 2020માં realfascinated ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (instagram) પરથી શેર કરવામાં આવ્યો હતો, જે ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં જે બે ક્લિપ્સ જોવા મળે છે તેમાં રાનુ હિમેશનું (Himesh Reshammiya)ગીત ગાય છે, જ્યારે સલમાન ખાન અસલી ગીત 'ભાઈ ભાઈ' (Bhai-Bhai)ગાઈ રહ્યો છે. આ વીડિયોમાં વપરાયેલા ઓરિજિનલ ગીત વિશે વાત કરીએ તો, 'હાલ કૈસા હૈ જનાબ કા' ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'નું એક ગીત છે. આ ગીતને કિશોર કુમાર (kishore kumar)અને લતા મંગેશકરે (Lata Mangeshkar)પોતાનો અવાજ આપ્યો હતો. સંગીતકાર એસડી બર્મન હતા.તમને જણાવી દઈએ કે, આ વીડિયો નો શ્રેય મોહિત સક્સેનાને (Mohit saxena)જાય છે.
આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ'ને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, રાનુ મંડલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને તેને જોઈને તેને સ્ટારડમ મળ્યું હતું. રાનુ મંડલને હિમેશ રેશમિયા(Himmesh Reshammiya) દ્વારા ગાવાની તક પણ આપવામાં આવી હતી, પરંતુ રાનુ આ સ્ટારડમને (stardum)સંભાળી શકી ન હતી અને ટૂંક સમયમાં જ તેનું અભિમાન દેખાવા લાગ્યું હતું. બીજી તરફ, જો આપણે સલમાન ખાન (Salman Khan)વિશે વાત કરીએ, તો અભિનેતા કિક 2, કભી ઈદ કભી દિવાળી અને નો એન્ટ્રીની સિક્વલ માં જોવા મળશે .