ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવનાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ હાલમાં જ સલમાન ખાન સાથે મુલાકાત કરી હતી. સલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથેની એક મુલાકાતનો ફોટો તેના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર શૅર કર્યો. ફોટો શૅર કર્યા બાદ તરત જ સલમાન ખાન ટ્રોલ થવા લાગ્યો. શૅર કરેલા એ ફોટામાં લોકોએ કંઈક એવું જોયું જેનો સલમાન ખાન સાથે જૂનો સંબંધ છે.
નાટકનો સેટ ચોરાયો; નાટ્યલેખકે લગાવ્યો શ્રેયસ તલપડે પર આરોપ
શૅર કરેલા ફોટામાં સલમાન ખાનની સાથે મીરાબાઈ હસતી નજર આવી રહી છે. સલમાને આ ફોટાને શૅર કરીને કૅપ્શનમાં લખ્યું કે ‘સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ તમને ખૂબ શુભકામનાઓ… તમારી સાથેની મુલાકાત સારી રહી… શુભકામનાઓ.’ શૅર કરેલા ફોટામાં સલમાન ખાનના ગળામાં એક મણિપુરી સ્કાર્ફ જોવા મળી રહ્યો છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હોઈ શકે કે મીરાબાઈ ચાનુએ તેને આ સ્કાર્ફ ગિફ્ટમાં આપ્યો હોય! સ્કાર્ફ ઉપર કાળા હરણનો ફોટો જોવા મળી રહ્યો છે. બસ, પછી તો લોકોએ સલમાનના સ્કાર્ફ પર હરણનો ફોટો જોયો કે તરત જ તેના ઉપર કમેન્ટનો વરસાદ કરી તેને ટ્રૉલ કરવા લાગ્યા.