ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ડિસેમ્બર 2021
ગુરુવાર
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન બાદ આ કપલની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને રણબીર કપૂરનો ઘણો ઉલ્લેખ થઈ રહ્યો છે. કેટરિનાના લગ્ન પર સલમાન ખાન અને રણબીર કપૂર બંનેએ અભિનેત્રીને અનોખી ભેટ આપી હોવાના અહેવાલ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને કેટરીનાને ગિફ્ટમાં એક લક્ઝરી કાર આપી છે. તો સાથે જ રણબીર કપૂરે પણ કેટરિના માટે કરોડોની કિંમતનો જ્વેલરી સેટ મોકલ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને કૅટને 3 કરોડ રૂપિયાની ચમકદાર રેન્જ રોવર ભેટમાં આપી છે. કેટરીના કૈફ અને સલમાન ખાને અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.અને બંને ની જોડી ને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, કેટરીનાના કથિત ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂરે અભિનેત્રીને હીરાનો હાર સેટ પણ ભેટમાં આપ્યો છે , જેની કિંમત 2.7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.કેટરિના અને રણબીરે પહેલીવાર ફિલ્મ 'અજબ પ્રેમ કી ગઝબ કહાની'માં સાથે કામ કર્યું હતું. આ પછી બંને ફિલ્મ 'રાજનીતિ'માં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન રણબીર અને કૅટના લવ અફેરના સમાચારો સામે આવવા લાગ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે પણ તેની બેસ્ટ ફ્રેન્ડને લગ્નની ખાસ ભેટ આપી છે. આલિયાએ કેટને લાખો રૂપિયાના પરફ્યુમથી ભરેલી ટોપલી ભેટમાં આપી છે.તો સાથે જ શાહરૂખ ખાને પણ કેટરિના કૈફને એક મોંઘી પેઇન્ટિંગ ખરીદીને ગિફ્ટ કરી છે, જેની કિંમત 1.5 લાખ રૂપિયા છે. હૃતિક રોશને વિકી કૌશલને 3 લાખ રૂપિયાની BMW G310 R બાઇક પણ આપી છે. બીજી તરફ, વિકી કૌશલની ખાસ મિત્ર તાપસી પન્નુએ પણ તેને પ્લેટિનમથી બનેલું બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે, જેની કિંમત 1.4 લાખ રૂપિયા છે.