ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર
બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પોતાના 56માં જન્મદિવસના એક દિવસ પહેલા જ અકસ્માતનો શિકાર બન્યો હતો. સમાચાર આવ્યા કે તેને સાપ કરડ્યો છે. જે બાદ સલમાન ખાનને નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પનવેલ ફાર્મ હાઉસ પર સાપે હુમલો કર્યો હતો. જો કે, સારા સમાચાર એ છે કે અભિનેતા સ્વસ્થ થઈ ગયો છે અને ઘરે પાછો ફર્યો છે. જે બાદ તેના પિતા સલીમ ખાને એક ઈન્ટરવ્યુમાં આ ઘટના વિશે વાત કરી છે.
સલમાન ખાનના પિતા સલીમ ખાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેના ચાહકોને ખાતરી આપી હતી કે અભિનેતા હવે 'સંપૂર્ણ રીતે ઠીક' છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, 'સલમાન ઠીક છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. આ બધું વહેલી સવારે થયું હતું, પરંતુ હવે તે ઠીક છે. આ સાપ ઝેરી ન હતો અને જંગલની આસપાસ આ જીવો હોવા એ સામાન્ય બાબત છે. ડોક્ટરે કેટલીક દવાઓ લખી આપી છે. પરંતુ તે સંપૂર્ણપણે ઠીક છે.
સલમાન અને શાહરુખ ખાન એક સાથે મચાવશે ધૂમ , 'ટાઈગર 3'માં આ ભૂમિકા ભજવશે કિંગ ખાન ;જાણો વિગત
આજે સલમાન તેનો 56મો જન્મદિવસ ઉજવશે. સામાન્ય રીતે તે તેના આ દિવસો તેના પરિવાર સાથે ઉજવે છે. જોકે આ પહેલા તેણે પોતાનો જન્મદિવસ 'RRR' ટીમ સાથે સેલિબ્રેટ કર્યો હતો. રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને દિગ્દર્શક એસએસ રાજામૌલી 'બિગ બોસ 15'ના સેટ પર હાજર રહ્યા હતા. આલિયાએ 'વીકેન્ડ કા વાર' કાર્યક્રમની શરૂઆત સલમાન માટે ગીત ગાઈને કરી હતી.