News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (Uttarakhand CM Pushkar singh Dhami)ગુરુવારે જાહેરાત કરી હતી કે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રાજ્યમાં ટેક્સ ફ્રી(samrat prithviraj tex free) હશે. ઉત્તરાખંડ પહેલા આ ફિલ્મ ઉત્તર પ્રદેશ (UP)અને મધ્ય પ્રદેશમાં (Madhya pradesh)ટેક્સ ફ્રી થઈ ગઈ છે. ધામીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કહ્યું, 'દેશભક્તિ, હિંમત અને બહાદુરીથી ભરપૂર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જીના જીવન પર આધારિત આ ફિલ્મ અવશ્ય જોવી.' અક્ષય કુમાર, માનુષી છિલ્લરની આ ઐતિહાસિક ફિલ્મ શુક્રવારે એટલે કે 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
सम्राट पृथ्वीराज सिंह चौहान पर बनी फिल्म सभी लोगों को देखनी चाहिए और पृथ्वीराज सिंह चौहान भी शिरोमणि थे। आने वाली पीढ़ियों को भी उनसे प्रेरणा लेनी चाहिए, इसलिए हमने निर्णय लिया है कि उत्तराखंड में ये फिल्म टैक्स फ्री रहेगी: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी, खटीमा pic.twitter.com/fpe9XirDLD
— ANI_HindiNews (@AHindinews) June 2, 2022
અગાઉ, અક્ષય કુમારે ગુરુવારે લખનૌમાં(Lucknow) સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)સાથે આ ફિલ્મ જોઈ હતી. લખનૌના લોક ભવનમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ (special screening)રાખવામાં આવ્યું હતું. ફિલ્મ જોયા બાદ યુપીના સીએમ યોગીએ રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી (tex free)કરવાની જાહેરાત કરી હતી. યોગીની જાહેરાત બાદ જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે(Madhya pradesh CM Shivraj singh chauhan) પણ તેમના રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રીનો દરજ્જો આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : અબુ ધાબી માં જામ્યો બોલિવૂડના સીતારાઓનો મેળાવડો-જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો IIFA એવોર્ડ્સનું લાઇવ સ્ટ્રીમિંગ
ફિલ્મ પૃથ્વીરાજની સ્પેશિયલ સ્ક્રીનિંગ દિલ્હીમાં(Delhi) પણ કરવામાં આવી હતી, જે જોવા માટે ગૃહમંત્રી અમિત શાહ તેમની પત્ની સાથે (Amit Shah with family)પહોંચ્યા હતા. જો કે, યુપીમાં, પૂર્વ સીએમ અખિલેશ યાદવે (Akhilesh Yadav)લોક ભવનમાં આયોજિત કાર્યક્રમમાં કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'ભાજપ સરકારની કેબિનેટ લોક ભવનમાં સપા સરકાર દ્વારા બનાવવામાં આવેલા 'આધુનિક' ઓડિટોરિયમમાં 'ઐતિહાસિક' ફિલ્મ જોઈ રહી છે. બાય ધ વે, ફિલ્મ જો પાછળથી જોવામાં આવે અને તે પણ ફ્રીને બદલે ટિકિટ લઈ ને જોવામાં આવે તો વધુ સારી લાગે છે કારણ કે તેનાથી રાજ્યની આવકને નુકસાન થતું નથી.