News Continuous Bureau | Mumbai
હોળીના દિવસે જ્યારે આખો દેશ ખુશીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે બોલિવૂડના એક પ્રખ્યાત દિગ્દર્શકના ઘરે અકસ્માત થયો હતો. જાણીતા દિગ્દર્શક ગિરીશ મલિકના પુત્રનું પાંચમા માળેથી પડી જવાથી મોત થયું છે. આ સમાચાર પછી બધા ચોંકી ગયા છે.ગિરીશ મલિકના પુત્ર મનન પોતે બિલ્ડીંગ પરથી કૂદી ગયો હતો કે પછી તેની પાછળ કોઈ ષડયંત્ર છે તેની પુષ્ટિ થઈ નથી. જે ઈમારત પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું છે તેનું નામ ઓબેરોય સ્પ્રિંગ્સ છે અને તે ફેમ એડલેબ્સની સામે આવેલું છે. મળતી માહિતી મુજબ મનન આ બિલ્ડીંગની એ-વિંગમાં રહેતો હતો.
એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ મનન હોળી રમવા ગયો હતો અને બપોરે પાછો ફર્યો હતો. મનન બિલ્ડીંગ પરથી પડતાની સાથે જ તેને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો નહોતો. આ અકસ્માત સાંજે લગભગ 5 વાગ્યા બાદ બન્યો હતો.સંજય દત્તને આ સમાચારની જાણ થતાં જ તે ચોંકી ગયો હતો. અત્યારે તે આઘાતમાં છે અને કંઈ કહેવાની સ્થિતિમાં નથી. ગિરીશ મલિક સંજય દત્તની ફિલ્મ 'તોરબાઝ'ના નિર્દેશક છે.ગિરીશ મલિકના પાર્ટનર પુનીત સિંહે આ સમાચારની પુષ્ટિ કરી છે કે ગિરીશ મલિકનો પુત્ર હવે આ દુનિયામાં નથી. તેણે કહ્યું- 'મલિકનો દીકરો નથી રહ્યો અને હું આ વિશે અત્યારે કંઈ કહી શકું તેમ નથી. અમે બિલકુલ બોલવાની સ્થિતિમાં નથી.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ માં પોતાનો અભિનય નો જાદુ ચલાવ્યા બાદ હવે આ અભિનેતા નજર આવશે ગુજરાતી ફિલ્મ માં,જુઓ તેનો ફર્સ્ટ લુક
ફિલ્મ 'તોરબાઝ'ના નિર્માતા રાહુલ મિત્રાએ કહ્યું- 'મનનના મૃત્યુથી હું અને સંજય દત્ત આઘાતમાં છીએ. તેણે કહ્યું, “તોરબાઝના નિર્માણ દરમિયાન હું મનનને બે વાર મળ્યો હતો અને મને તે ખૂબ જ પ્રતિભાશાળી છોકરો લાગ્યો હતો. ભગવાન ગિરીશ અને સમગ્ર પરિવારને આ ન પૂરી શકાય તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે.તમને જણાવી દઈએ કે, 'તોરબાઝ' સિવાય ગિરીશ મલિકે 'જલ' જેવી સુપરહિટ ફિલ્મ પણ કરી હતી. 'તોરબાઝ'માં સંજય દત્ત ઉપરાંત રાહુલ દેવ અને નરગીસ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.