ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑક્ટોબર, 2021
બુધવાર
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૈફ અલી ખાનની ગણતરી તે સ્ટાર્સમાં થાય છે જે તેની અલગ અલગ ભૂમિકાઓ માટે જાણીતો છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘ભૂત પોલીસ’ રિલીઝ થઈ હતી. જોકે OTT પર રિલીઝ થયેલી આ ફિલ્મને વધારે પ્રતિસાદ મળ્યો નથી. દરમિયાન સૈફ સાથે સંબંધિત એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જે તેની પુત્રી સારા અલી ખાને એક ચેટ દરમિયાન સંભળાવ્યો હતો. તેણે કહ્યું કે એક વખત તેના પિતાના કારણે તેની માતા અમૃતા સિંહને ગોળી વાગતાં રહી ગઈ હતી અને આ બધું સૈફની બેદરકારીને કારણે થયું. શું હતી સમગ્ર વાર્તા વાંચો.
સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન એકદમ બિનધાસ્ત હોવાનું કહેવાય છે, પછી ભલે તે કોઈ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહી હોય અથવા તેનાં માતાપિતાના છૂટાછેડા વિશે વાત કરતી હોય. એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને એ વાતનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેના પિતા સૈફે તેની માતા અમૃતા સિંહને એક રૂમમાં એકલી છોડી દીધી હતી અને તેને ગોળી વાગવાની હતી. સારા અલી ખાને ચેટ શોમાં એક કિસ્સો જણાવ્યો હતો કે તેનાં માતાપિતાએ એક મિત્ર નીલુ મર્ચન્ટ સાથે મજાક કરવાની યોજના બનાવી હતી. બંનેએ તેમના ચહેરા ઉપર બૂટ પૉલિશ લગાવીને તેમની મિત્ર નીલુ મર્ચન્ટને ડરાવવાની યોજના બનાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ પિતાએ દરવાજો ખોલ્યો અને માતાને રૂમમાં ધકેલી દીધી અને દરવાજો બંધ કરીને ભાગી ગયો. તેણે આગળ કહ્યું, જ્યારે પિતાએ માતાને એકલી રૂમમાં ધકેલી ત્યારે એ સમયે તેની મિત્ર તેના પતિ સાથે આરામ કરી રહી હતી. અચાનક અવાજ સાથે મિત્રના પતિએ માતા તરફ બંદૂક બતાવી. તે શૂટ કરવા જઈ રહ્યો હતો ત્યારે જ માતાએ તરત જ તેનું નામ કહ્યું અને તે બચી ગઈ.
સારા તેની માતા સાથે ખાસ બૉન્ડિંગ શૅર કરે છે. તેણે કહ્યું કે હું મારી માતા સાથે રહું છું. તે મારી શ્રેષ્ઠ મિત્ર છે અને મારા માટે તે બધું છે. તેણે પપ્પા વિશે કહ્યું કે પપ્પા પણ ફોન પર હંમેશાં મારા માટે હાજર રહે છે અને હું જ્યારે પણ ઇચ્છું ત્યારે તેમને મળી શકું છું. બંને હવે પોતપોતાના જીવનમાં ખૂબ ખુશ છે અને તેના કારણે તેમનાં બાળકો પણ ખુશ છે.
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્નના સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી મુમતાઝ, આપ્યું આ કારણ
તમને જણાવી દઈએ કે 1991માં સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેનાં લગ્ન લગભગ 13 વર્ષ સુધી ચાલ્યાં અને 2004માં છૂટાછેડા લીધા. આ પછી સૈફે 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યાં. સૈફને 4 બાળકો છે.