ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
ટીવી અભિનેત્રી તાન્યા શર્મા હાલમાં ટીવી શો 'સસુરાલ સિમર કા 2'માં જોવા મળી રહી છે. એમાં તેણે પોતાના અભિનયથી દરેકના દિલ જીતી લીધા છે. આ શોમાં તાન્યા શર્મા રીમા નારાયણની ભૂમિકા નિભાવી રહી છે. તાન્યા હંમેશાં શોના સેટ પરથી તેના ફોટા અને વીડિયો શૅર કરતી રહે છે. સીરિયલમાં નવો વળાંક આવે એ પહેલાં, તાન્યા શર્માએ તેના ચાહકો માટે તેના બિહાઇન્ડ ધ સીનના ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કર્યા છે. શેર કરેલા ફોટામાં જોવા મળી રહ્યું છે કે તાન્યા બાથટબમાં બેભાન અવસ્થામાં પડી છે. ફોટો શૅર કરતી વખતે તાન્યાએ લખ્યું, 'કદાચ અંત આવશે?' આ ફોટો શૅર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટેલિવિઝન અભિનેત્રી તાન્યા શર્માએ 'સસુરાલ સિમર કા 2' ના સેટ પરથી જે વીડિયો શર કર્યો એમાં તાન્યા પાણીથી ભરેલા બાથટબમાં સૂતેલી જોવા મળી રહી છે અને તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું છે. આ વીડિયો જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે રીમા આગામી એપિસોડમાં પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કરશે. હવે જોવાનું એ છે કે શું ખરેખર આ સિરિયલમાં રીમાનું પાત્ર સમાપ્ત થશે કે પછી નિર્માતાઓ આ સિરિયલમાં નવો વળાંક લાવશે.
કલર્સની ટીવી સિરિયલ 'સસુરાલ સિમર કા 2' તેના નવા ટ્વિસ્ટ અને ટર્નથી દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહ્યું છે. દર અઠવાડિયે આ સિરિયલના રેટિંગ્સમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે 'સસુરાલ સિમર કા 2' એ દીપિકા કકર, અવિકા ગોર અને શોએબ ઇબ્રાહિમ અભિનીત 2011 માં આવેલા 'સસુરાલ સિમર કા'નો બીજો ભાગ છે.
દિલ્હીની સીબીઆઈ ઓફિસમાં લાગી આગ ; અધિકારીઓને જરૂરી દસ્તાવેજો ખાખ થયાની ભીતી