ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
ટીવી શો 'ભાભી જી ઘર પર હૈ'નું દરેક પાત્ર દર્શકોને ખૂબ હસાવે છે. અંગૂરીભાભી હોય કે વિભૂતિજી, આ શોમાં પોતાના ભદ્રંભદ્રી અંગ્રેજીથી બધાને હસાવતાં હોય છે. બધાં પાત્રો છેલ્લાં 6 વર્ષથી ચાહકોને પ્રિય છે. આજે અમે આ શોના આવા જ એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની વાત સૌથી અનોખી છે. તે કરંટ મેળવવામાં આનંદ કરે છે અને કહે છે કે જ્યારે તે કોઈની થપ્પડ ખાય છે ત્યારે મને એ ગમે છે (I like it). અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે કે અમે કોના વિશે વાત કરી રહ્યા છીએ.
જી હા! તમે સાચું વિચારી રહ્યા છો. અહીં અમે શોના સૌથી મજેદાર પાત્ર અનોખે લાલ સક્સેના વિશે વાત કરી રહ્યા છીએ. આ શોમાં સક્સેનાજીનું પાત્ર સૌથી અનોખું છે. સક્સેનાજી એ જ વસ્તુનો આનંદ માણે છે જેના પર સામાન્ય લોકો ગુસ્સે થાય છે. તમને જણાવી દઈએ કે સક્સેનાજીનો રોલ કરનાર અભિનેતા સાનંદ વર્મા છે.સાનંદ વર્મા આ પાત્રને પૂરા દિલથી ભજવે છે અને આ રોલ કરવા માટે તેને સારી એવી રકમ પણ મળે છે. સક્સેનાજી, જે લોકોની થપ્પડ ખાવાની મજા લે છે, ત્યારે તેને એક દિવસના હજારો રૂપિયા મળે છે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર આ રોલ માટે સાનંદ વર્માને રોજના 15થી 20 હજાર રૂપિયા મળે છે. એ મુજબ તે એક મહિનામાં ઘણી આવક મેળવે છે.
અનોખે લાલ સક્સેના ઉર્ફે સાનંદ વર્મા છેલ્લાં 6 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે અને સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. આ શો ઉપરાંત સાનંદ વર્માએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ઘણી મોટી મુશ્કેલીઓને પાર કરીને આ મુકામ હાંસલ કર્યું છે અત્યાર સુધી તે ‘રેઇડ’, ‘મર્દાની’, ‘પટાખા’, અને ‘છિછોરે’માં જોવા મળ્યા છે.