News Continuous Bureau | Mumbai
'સ્કેમ 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી' (Scam-1992)પછી, હંસલ મહેતા 'સ્કેમ 2003 – ધ તેલગી સ્ટોરી'(Scam-2003) સાથે પાછા ફર્યા છે, જે રાષ્ટ્રને હચમચાવી નાખનાર સ્ટેમ્પ કૌભાંડ (stamp scam)પર આધારિત છે. આ સીરીઝ વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમજ કલાકારો પણ જાહેર કરવામાં આવ્યા નથી, જેના કારણે 2003ના કૌભાંડમાં તેલગીનું પાત્ર કોણ ભજવશે તે અંગે ઘણી ઉત્સુકતા છે. હવે આ શ્રેણીમાં પહેલીવાર આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ અબ્દુલ કરીમ તેલગીની(Abdul karim Telgi) ભૂમિકા ભજવનાર કલાકારને સામે લાવવામાં આવ્યો છે. દરમિયાન, આ સિરીઝમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે કે સોની એન્ટરટેઈનમેન્ટની પ્રોડક્શન કંપની સ્ટુડિયો નેક્સ્ટ (studio next)આ સિરીઝનું નિર્માણ કરશે અને હંસલ મહેતા હવે આ સિરીઝના ડિરેક્ટર (director) નહીં પરંતુ માત્ર શો રનર હશે.હંસલ મહેતાએ આ સિરીઝ નું એક ટીઝર શેર કર્યું છે, જેમાં તેનો પરિચય પડદાના તેલગી સાથે કરાવવામાં આવ્યો છે.
Telgi has been found.
Presenting the incredibly gifted Gagan Dev Riar as Telgi in #Scam2003. See you soon! pic.twitter.com/m7hXhROFX6
— Hansal Mehta (@mehtahansal) May 24, 2022
ટીઝર વીડિયોમાં તેલગીના ફોટોઝનો કોલાજ અલગ-અલગ સ્ટાઈલમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સાથે હંસલ મહેતા એ લખ્યું- ‘તેલગી મળી ગયો છે. 2003માં સ્કેમમાં તેલગીનું પાત્ર ભજવનાર ઉત્કૃષ્ટ કલાકાર ગગન દેવ રિયારને (Gagan dev riyar)મળો. જલ્દી મળીશું.’ગગન મૂળ થિયેટર એક્ટર(theater actor) છે અને તેણે સુશાંત સિંહ રાજપૂતની સોન ચિડિયામાં કામ કર્યું છે. આ સિવાય ગગન એ સુટેબલ બોયમાં પણ ભૂમિકા ભજવી હતી.સ્કેમ 2003 નું નિર્માણ (Applause Entertainment) દ્વારા કરવામાં આવ્યું છે અને આ વેબ સિરીઝ (Sony Liv) પર પ્રસારિત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : વિવાદો માં પડી વરુણ- કિયારાની ફિલ્મ જુગ જુગ જિયો, કરણ જોહર પર ગીત ચોર્યા ઉપરાંત લાગ્યો બીજો આરોપ, આપ્યા આ પુરાવા
સ્કેમ 2003 પત્રકાર સંજય સિંહના (reporter Sanjay singh)પુસ્તક રિપોર્ટર્સ ડાયરી પર આધારિત છે. સંજય સિંહે તે સમયગાળામાં આ કૌભાંડની મોટી કહાની ને બ્રેક કરી હતી. સિરીઝમાં અબ્દુલ કરીમ તેલગીનું (Abdul karim Telgi)જીવન બતાવવામાં આવશે.સ્કેમ 2003 મૂળભૂત રીતે અબ્દુલ કરીમ તેલગીની વાર્તા છે, જેમના સ્ટેમ્પ પેપર કૌભાંડનો (Stamp paper scam) 2003માં પર્દાફાશ થયો હતો. આ શ્રેણીમાં બતાવવામાં આવશે કે કર્ણાટકના (Karnataka)ખાનપુરમાં (Khanpur)જન્મેલો તેલગી કેવી રીતે એક કૌભાંડનો માસ્ટરમાઈન્ડ બન્યો જેણે દેશના અનેક રાજ્યોમાં પોતાના પગ ફેલાવ્યા અને 20,000 કરોડ રૂપિયાના કૌભાંડને સફળતાપૂર્વક અંજામ આપ્યો.