ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર
બોલિવૂડ માં એક પછી એક સ્ટાર્સ કોરોના ની ઝપેટમાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર કાજોલ બાદ હવે, બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી કોરોના વાયરસની ઝપેટમાં આવી છે. અભિનેત્રી હાલમાં ઘરે સારવાર કરાવી રહી છે. શબાના અજમીના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
શબાના આઝમીએ મંગળવારે કહ્યું કે તેનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હાલમાં હોમ ક્વોરેન્ટાઇનમાં છે. 71 વર્ષીય અભિનેત્રીએ કોવિડ-19નો રિપોર્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યો હતો. તેણે અભિનેત્રીના સંપર્કમાં આવનાર લોકોને પણ પોતાની તપાસ કરાવવા વિનંતી કરી. શબાના આઝમીએ કેપ્શનમાં લખ્યું, 'આજે મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં મારી જાતને ઘરે આઇસોલેટ કરી દીધી છે અને મારા નજીકના સંપર્કમાં રહેલા તમામ લોકોને વિનંતી કરું છું કે, કૃપા કરીને પરીક્ષણ કરો.
18 માર્ચ કે 28 એપ્રિલ નહીં! હવે આ તારીખે રિલીઝ થશે રાજામૌલીની બહુચર્ચિત ફિલ્મ 'RRR'; જાણો વિગત
શબાના આઝમી ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રી કરણ જોહરની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરીનો એક ભાગ છે. આ ફિલ્મમાં શબાનાની સાથે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.તે એમ્બલિન ટેલિવિઝન અને 343 ઈન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારીમાં શોટાઈમ દ્વારા સહ-નિર્મિત સ્ટીવન સ્પીલબર્ગની આગામી શ્રેણી 'હેલો'માં પણ દેખાશે. લોકપ્રિય Xbox વિડિયો ગેમ ફ્રેન્ચાઇઝી પર આધારિત આ શો 24 માર્ચે સ્ટ્રીમર પર આવશે.