ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022
શનિવાર
તાજેતર માં જ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે લગ્ન કર્યા છે. જેમાં રિતિક રોશન અને રિયા ચક્રવર્તી જેવા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. બંનેએ 19 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા, ત્યારબાદ ફરહાનના મિત્ર અને નિર્માતા રિતેશ સિધવાનીની એક પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, કરીના કપૂર, કરિશ્મા કપૂર અને શાહરૂખ ખાનના બાળકો આર્યન અને સુહાના ખાન પણ હાજર હતા. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે શાહરૂખના બાળકો ફરહાન અખ્તરના ફંક્શનમાં પહોંચ્યા તો કિંગ ખાન પોતે કેમ ન પહોંચ્યા.
એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, એવું કહેવામાં આવ્યું હતું કે શાહરૂખ લો પ્રોફાઇલ રહેવા માંગે છે અને જાહેરમાં વધુ બહાર જવા માંગતો નથી. આર્યન ખાનનો કેસ જ્યારથી આવ્યો છે ત્યારથી તે બહુ ઓછો બહાર આવી રહ્યો છે. અહેવાલ મુજબ, સૂત્રએ કહ્યું, “શાહરૂખ ખાન શક્ય તેટલું લો પ્રોફાઇલ બની રહેવા માંગે છે.વગર કામે તે બહાર જવાનું પસંદ નથી કરતો. ઓક્ટોબર 2021માં તેના પુત્રના ડ્રગ્સના કથિત કેસ પછી, શાહરૂખ ખાન ભાગ્યે જ જાહેરમાં આવ્યો છે. એકવાર તે પઠાણના શૂટિંગ દરમિયાન જોવા મળ્યો હતો અને તેનો લુક વાયરલ થયો હતો. જે બાદ તે લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો હતો.
સૂત્રએ વધુ માં ઉમેર્યું, “શાહરૂખ ખાને, ફરહાન અને શિબાનીને ફોન કર્યો હતો અને તેમના લગ્ન માટે અભિનંદન આપ્યા હતા તેમજ તેમના લગ્ન ની શુભેચ્છાઓ મોકલી હતી. તેમના પરિવારે ફંક્શનમાં જઈને તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.શાહરૂખ ખાન છેલ્લા કેટલાક સમયથી પઠાણનું શૂટિંગ પૂર્ણ કરી રહ્યો છે અને તે પછી તે સાઉથના ડિરેક્ટર એટલી ની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે રાજકુમાર હિરાનીની ફિલ્મમાં પણ જોવા મળી શકે છે.