ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
આર્યન ખાનનું ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નામ આવવાને કારણે શાહરૂખ ખાન અને તેના પરિવાર માટે છેલ્લા કેટલાક દિવસો મુશ્કેલીઓથી ભરેલા હતા. જો કે હવે તેની લાઈફ પહેલાની જેમ પાટા પર આવી ગઈ છે અને લગભગ 2 મહિના પછી શાહરૂખ શૂટિંગ સેટ પર જોવા મળ્યો છે. શૂટિંગ સેટ પરથી અભિનેતાની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે 'કિંગ ખાન'ના લૂકમાં જોવા મળી રહ્યો છે.
શાહરૂખ ખાનની તસવીર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં શાહરૂખ પોતાના બોડીગાર્ડ સાથે શૂટ માટે જતા જાેવા મળે છે. આ દરમિયાન તેને બ્લેક ટી-શર્ટ અને ચશ્મા પહેરેલા જાેઈ શકાય છે. અભિનેતાની આ આ વાયરલ તસવીરને લઈને એવી અટકળો ચાલી રહી છે કે, શાહરૂખ ખાને તેની ફિલ્મ પઠાણ માટે શૂટિંગ કર્યું છે, જ્યારે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક જાહેરાતના શૂટિંગ માટે પહોંચ્યો હતો. જાે કે, આ વિશે હજુ સુધી કોઈ અભિનેતા અથવા ફિલ્મ નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી. જાે કે, અભિનેતાનો ફોટો જાેયા પછી, તેના ચાહકો ચોક્કસપણે ખુશ થઈ ગયા છે. શાહરૂખે તેની આગામી ફિલ્મો માટે નિર્દેશકોને વિનંતી કરી છે કે, તેમનું શેડ્યૂલ એવું સેટ કરવું જાેઈએ કે તેઓ દર અઠવાડિયે મુંબઈ આવી શકે અને આ દરમિયાન બાકીના કલાકારો તેમના પાર્ટનું શૂટિંગ કરી શકે. આ સાથે શાહરૂખ તેના પરિવારને પણ મળી શકશે અને શૂટિંગમાં કોઈ અડચણ નહીં આવે.
હવે આ કારણે જેકલીન ફર્નાન્ડિઝ દેશ છોડી નહીં શકે, જાણો શું છે મામલો
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 'પઠાણ'નું શૂટિંગ ઓક્ટોબરમાં સ્પેનમાં થવાનું હતું પરંતુ આર્યન ખાનની ધરપકડ બાદ તેને રદ્દ કરી દેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર , 'પઠાણ'નું શૂટિંગ હવે ફરી શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.પઠાણ ઉપરાંત, શાહરૂખ ટૂંક સમયમાં એટલી દ્વારા નિર્દેશિત અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ સિવાય શાહરૂખ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩માં કેમિયો કરતો જાેવા મળશે.બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન જ્યારથી તેનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો ત્યારથી કેમેરાથી દૂર હતો, પરંતુ હવે લગભગ બે મહિના પછી તે સેટ પર પાછો ફર્યો છે. શાહરૂખે બુધવારે મુંબઈમાં પઠાણ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે, જ્યાંથી તેની તસવીર સામે આવી છે.