News Continuous Bureau | Mumbai
ટેલિવિઝન જગત(Television world) નો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’Taarak Mehta Ka Ooltah Chashma) આજકાલ પોતાના લીડ કેરેક્ટર 'તારક મહેતા'(Tarak Mehta) ને લઈને ચર્ચામાં છે. શૈલેશ લોઢા(Shailesh Lodha) નાં શો છોડ્યા બાદ હવે તારક મહેતાનું પાત્ર અભિનેતા સચિન શ્રોફ(Sachin Shroff) નિભાવશે. શોનો નવો પ્રોમો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સચિન 'તારક મહેતા'નાં રૂપમાં જોવા મળે છે. સચિનની એન્ટ્રી પર લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શોના જુના તારક મહેતા એટલે કે શૈલેશ લોઢાએ પણ સોશિયલ મીડિયા પર એક વ્યંગ પોસ્ટ લખી છે.
આ પોસ્ટના માધ્યમથી શૈલેશ લોઢા(Shailesh Lodha) એ ઇશારામાં જ ઘણું કહ્યું છે. જોકે, એક્ટરે કોઈનું નામ લીધું નથી. પણ હાલના સમયને ધ્યાનમાં રાખતા સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે આ કટાક્ષ ક્યાંકને ક્યાંક તારક મહેતા કા ઉલટા ચશ્માં શોનાં પ્રોડ્યુસર અસિત મોદી(TMKOC Producer Asit Kumar Modi) પર જ કરવામાં આવ્યો છે. અભિનેતા શૈલેશે પોસ્ટ સાથે પોતાનો હસતો ફોટો પણ શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે – આજના માણસ પર એક ફ્રેશ વ્યંગ્ય કવિતા.
આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી- ચાલતી ગાડી પકડવાના ચક્કરમાં મહિલા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ- પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો
મીડિયા રિપોર્ટ્સ મુજબ શોના મુખ્ય અભિનેતા શૈલેષ લોઢાએ નિર્માતા અસીત મોદી(Asit Modi) સાથેના વિવાદને કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા(quite the show) કહી દીધું હતું. શૈલેષના અચાનક શો છોડવાથી દર્શકો ખૂબ જ નારાજ થયા હતા અને સાથે જ શોની ટીઆરપી(TRP) પર પણ તેની ખરાબ અસર પડી છે.