News Continuous Bureau | Mumbai
કોલંબિયાની ફેમસ સિંગર શકીરા(Columbia singer Shakira) તેના ગીતોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેના દરેક ગીતો જબરદસ્ત લોકપ્રિય છે, પરંતુ આ વખતે તે ટેક્સ ફ્રોડ કેસને(Tax fraud case) કારણે ચર્ચામાં છે. સ્પેનની એક કોર્ટે ટેક્સ ફ્રોડ કેસમાં ગાયિકા શકીરાની અપીલને ફગાવી દીધી છે. આ પછી તેમની સામે ટ્રાયલનો(Trial case) રસ્તો સાફ થઈ ગયો છે.
સિંગર શકીરાનો કથિત કરચોરીનો મામલો(Tax fraud) પહેલીવાર 2018માં ચર્ચામાં આવ્યો હતો. તે સમયે, સ્પેનિશ પ્રોસિક્યુટર્સે શકીરા પર 2012 અને 2014 ની વચ્ચે કમાયેલી આવક પર 14.5 કરોડ યુરો (15.55 કરોડ ડોલર ) ચૂકવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. જે બાદ શકીરા પણ કોર્ટમાં હાજર થઈ હતી. જો કે હવે તેની અપીલ કોર્ટે ફગાવી દીધી છે.કોર્ટ નું કહેવું છે કે,"શાકીરાએ રાજ્યમાં કર ચૂકવવાની તેની પ્રતિબદ્ધતાનું પાલન કર્યું નથી તે દર્શાવવા માટે પૂરતા પુરાવા છે," આવી સ્થિતિમાં શકીરા પર કાર્યવાહી(trial) થઈ શકે છે. જો ગાયિકા પર લાગેલા તમામ આરોપો સાબિત થાય છે અને આ કેસમાં તે દોષી સાબિત થાય છે, તો તેને દંડની ચુકવણી સાથે જેલની સજા (imprisonment)પણ ભોગવવી પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Cannesના રેડ કાર્પેટ પર ડગ્યો દીપિકાનો કોન્ફિડન્સ, ઓરેન્જ ટ્રેલ ગાઉનમાં પડી આ પ્રકારની તકલીફ; જુઓ વિડિયો..
સિંગર શકીરા (Singer Shakira) જૂન 2019માં ટેક્સ ફ્રોડ કેસમાં (Tax fraud case) કોર્ટમાં હાજર થઈ હતી અને તેણે પોતાની જુબાનીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો હતો. તેમના વતી જણાવવામાં આવ્યું હતું કે ટેક્સ ઓફિસમાંથી (Tax office)બાકી રકમની માહિતી મળ્યા બાદ ચુકવણી કરવામાં આવી હતી. જો કે હવે જો શકીરા પર લાગેલા આરોપો સાબિત થશે તો તેને જેલ (imprisonment) જવું પડી શકે છે. જો કે, ન્યાયાધીશ પ્રથમ વખતના અપરાધીઓની કેદની મુદતને માફ કરી શકે છે. હાલમાં, આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.