ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહનાઝ ગિલ જેમ તેમ કરી ને પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તાજેતરમાં જ્યારે શહનાઝ એક ચેટ શોમાં પહોંચી ત્યારે તે સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. આ પછી તેણે આવી વાત કહી, જેને જાણીને તમે પણ કહેશો કે શહનાઝ સિદ્ધાર્થની આ ઈચ્છાને ખૂબ સારી રીતે માન આપી રહી છે.બિગ બોસ માં શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. તેના ચાહકોએ પણ તેને સિદનાઝ નામ આપ્યું હતું. શહનાઝ ભલે પોતાની જાતને સંભાળીને કામમાં વ્યસ્ત થઈ ગઈ હોય, પરંતુ તે સમયાંતરે સિદ્ધાર્થ શુક્લાને મિસ કરતી હોય છે.
શિલ્પા શેટ્ટીનો 'શેપ ઓફ યુ' નામનો ચેટ શો છે. શહનાઝ આ ચેટ શોમાં પહોંચી હતી. આ ચેટ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શહનાઝ સિવાય બાદશાહ પણ આ વીડિયોમાં મહેમાન તરીકે જોવા મળી રહ્યો છે.આ વીડિયોમાં શહનાઝ ન માત્ર શિલ્પા શેટ્ટીના સવાલોના જવાબ આપતી જોવા મળી હતી પરંતુ ડાન્સિંગ વિશે પણ વાત કરતી જોવા મળી હતી. વીડિયોમાં ડાન્સને લઈને શહનાઝે કહ્યું- 'જો આપણે ડાન્સ નથી કરતા, તો તે ફિગર શું કામનું?'આ ચેટ શોમાં શિલ્પા શેટ્ટી અને શહનાઝ મેન્ટલ હેલ્થ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શહનાઝે કહ્યું કે, 'સિદ્ધાર્થ હંમેશા મને હસતી જોવા માંગતો હતો.'
શહેનાઝ ગિલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ગયા વર્ષે ફિલ્મ 'હૌંસલા રાખ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શહનાઝ ગિલે અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં શહનાઝ ગીલે દિલજીતની પત્ની સ્વીટીની ભૂમિકા ભજવી હતી. જે પોતાના બાળકને અને પતિને છોડીને પોતાના સપના તરફ દોડે છે. લોકોને તેની ફિલ્મ ખૂબ પસંદ આવી હતી અને તેની એકટિંગ ના ખુબ વખાણ થયા હતા.