ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પ્રસિદ્ધ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહનાઝ ગિલ સદમામાં છે. સિદ્ધાર્થના મૃત્યુ બાદ લોકો શહનાઝ વિશે ઘણું જાણવા માગે છે. સમાચાર અનુસાર બંનેની સગાઈ થઈ ગઈ હતી અને તેઓએ તેમનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. શહેનાઝ રિયાલિટી શો બિગ બૉસ 13માં જોવા મળી હતી અને ત્યાંથી તે પંજાબની કેટરિના કૈફ તરીકે પ્રખ્યાત થઈ હતી અને ત્યાર બાદ પાછું વળીને જોવું પડ્યું ન હતું.
શહનાઝ પંજાબ ઉદ્યોગમાં મોટું નામ છે. શહનાઝ ઘણા પંજાબી ગીતના વીડિયોમાં જોવા મળી છે. આ સાથે, શહનાઝે ઘણા હિન્દી મ્યુઝિક વીડિયો પણ કર્યા છે. રિપૉર્ટ અનુસાર, શહનાઝ ગિલે માત્ર ટીવી જ નહીં, પરંતુ બૉલિવુડના મોટા સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે. આનો અંદાજ તેની કમાણી પરથી લગાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવાય છે કે શહનાઝ ગિલ કરોડોની માલિક છે. શહનાઝ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એવું કહેવામાં આવ્યું છે કે અગાઉ તે પોતાની એક પોસ્ટ માટે પાંચ લાખ કે એનાથી ઓછા ચાર્જ લેતી હતી. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઘણું પ્રાપ્ત કર્યું છે. શહનાઝની નેટવર્થ 30 મિલિયન એટલે કે 3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
શહનાઝ ગિલની ફી શોના રનર અપ અસીમ રિયાઝ કરતાં ઘણી વધારે છે. તેમજ તેની કુલ ફી ઘણા બૉલિવુડ સેલેબ્સ કરતાં વધારે છે. શહનાઝે તાજેતરમાં મર્સિડીઝ બેન્ઝ એસ વાહન પણ ખરીદ્યું હતું. શહનાઝ ગિલ તેના ચાહકોના આપેલા નામ #SIDNAZના કારણે ઇન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ આ સમય શહનાઝ માટે ઘણો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. એ જોવાનું બાકી છે કે શું તે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી છે?